નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે આજે દિલ્હીના શાલીમાર બાગના હૈદરપુર રામલીલા મેદાનથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંકલ્પ યાત્રાની શરૂઆત કરી. ગૃહ મંત્રી અમિત શાહ પોતે પણ આ અવસરે પગપાળા ચાલ્યા. લગભગ 1.5 કિલોમીટરનું અંતર તેઓએ પગપાળા કાપ્યું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન અને દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી પણ હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?', PM મોદીએ લેખ લખીને દુનિયાને સમજાવ્યું


અમિત શાહે કહ્યું કે આજથી અભિયાન શરૂ થઈ રહ્યું છે, ભાજપના કાર્યકરો ગાંધીજીના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાનું કામ કરશે. 15 દિવસ સુધી ભાજપના જનપ્રતિનિધિ 150 કિમી સુધી પદયાત્રા કરીને ગાંધીજીના સિદ્ધાંતોને સ્થાપિત કરવાનું કામ કરશે. તેમણે કહ્યું કે આજે ગાંધી જયંતીના દિવસે સમગ્ર દેશ તે મહામાનવને યાદ કરી રહ્યો છે. 150મી જયંતી સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. આથી મોદીજીએ તેને જન જનનો કાર્યક્રમ બનાવવાનો નિર્ણય લીધો. મહાત્મા ગાંધીએ સમગ્ર દુનિયામાં ભારતીય મૂલ્યોને સ્વિકૃતિ અપાવી. ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા આઝાદી પહેલા હતાં. મોદીજીએ હંમેશા ગાંધીજીના વિચારોને ચરિતાર્થ કર્યા છે. આઝાદી બાદ કદાચ જ કોઈ વડાપ્રધાને સ્વચ્છતાને જન આંદોલન બનાવવાનું કામ કર્યું હશે. 


PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ


કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે એક સ્વાસ્થ્ય મંત્રી તરીકે ખુબ આનંદની વાત છે કે એક વડાપ્રધાન દેશને સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવે છે. ખુલ્લામાં શૌચમુક્ત અભિયાન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે. હવે અમે લોકો મોટા પાયે પ્લાસ્ટિકમાંથી ડીઝલ બનાવીશું. દિલ્હીમાં પણ પ્લાન્ટ લગાવીશું. 


દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે ગૃહ મંત્રીજીનો 500 મીટર જ ચાલવાનો  કાર્યક્રમ હતો પરંતુ તેઓ લગભગ દોઢ કિમી ચાલ્યાં. જે જણાવે છે કે સરકાર આ અભિયાનને  લઈને કેટલી ગંભીર છે. હવે ગાંધીજીનો સંદેશ અને સ્વચ્છતા અભિયાનના સંદેશને લઈને ગલી ગલી ગામ ગામ સુધી જઈશું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...