શ્રીનગર: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજથી 3 દિવસના જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના પ્રવાસે છે. કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહનો આ પહેલો કાશ્મીર પ્રવાસ છે.. અમિત શાહે શહીદ જવાન પરવેઝ અહેમદ ડારના પરિવાર સાથે મુલાકાત કરી. ત્યારબાદ શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક કરી. આ ઉપરાંત ગૃહમંત્રી આજે શ્રીનગરથી શારજહા વિમાન સેવાની શરૂઆત પણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
અમિત શાહે શનિવારે રાજભવનમાં જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. 


Kashmir પર ભારતનો જબરદસ્ત 'માસ્ટરસ્ટ્રોક', પૂર્વ PAK રાજદૂતે સ્વીકાર્યું- આ નિર્ણય ભારતની મોટી જીત


લઘુમતીઓની સુરક્ષા માટે કરાઈ ખાસ વ્યવસ્થા
સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરાઈ છે. એવું લાગે છે જાણે સુરક્ષાદળોની મંજૂરી વિના તો એક પંખી પણ ફરકી શકે નહીં તો આતંકીઓની શું વિસાત? શ્રીનગરના 15 સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાણી થઈ રહી છે. આ વિસ્તારોમાં લઘુમતીઓની સંખ્યા વધુ છે. આમ તો જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હંમેશા સતર્ક જ રહે છે. પરંતુ આ તૈયારીઓ ખાસ છે. 


સમુદ્રમાં ચીની સબમરીનોને ધૂળ ચટાડવા ભારત ખરીદી રહ્યું છે આ ઘાતક હથિયાર


ગૃહમંત્રી અમિત શાહનો પ્રવાસ અને ખીણમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાને પગલે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. જેની પાછળનો હેતુ એ છે કે કોઈ પણ દેશ વિરોધી હરકતને રોકી દેવામાં આવે. 


ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા ગૃહમંત્રી અમિત શાહને જમ્મુ અને કાશ્મીરના હાલાતની જાણકારી આપશે. અમિત શાહ સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. અમિત શાહ આજે જે લોકોને મળશે તેમાં આઈબીના  અધિકારીઓ ઉપરાંત CRPF અને NIA ના ડીજી પણ સામેલ છે. ગૃહમંત્રી પંચાયત સભ્યોની સાથે સાથે રાજકીય કાર્યકરોને પણ સંબોધિત કરશે. અમિત શાહ શ્રીનગરથી શારજહાની પહેલી ફ્લાઈટનું પણ ઉદ્ધાટન કરશે. 


અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ બને છે કારણ કે ગત એક મહિનામાં આતંકીઓએ પોતાની રણનીતિ બદલીને નાગરિકોમાં દહેશત ફેલાવવા માટે ટાર્ગેટ કિલિંગનો માર્ગ પસંદ કર્યો છે. ગત એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ દ્વારા અનેક માસૂમોની હત્યા કરી દેવાઈ. તમામ પડકારો છતાં ગૃહમંત્રી અમિત શાહે વધુ મજબૂતાઈથી પોતાના પ્રવાસને લઈને સક્રિયતા દર્શાવી છે. સંદેશો સ્પષ્ટ છે કે દેશના ગૃહમંત્રી કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બતાવવા માંગે છે કે દેશ વિરોધી કોઈ પણ હરકતને સહન કરાશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube