દેશમાં પહેલીવાર મધ્ય પ્રદેશમાં MBBS નો અભ્યાસ હવે હિન્દીમાં થઈ શકશે. MBBS ના પાઠ્યક્રમના પુસ્તકો હિન્દીમાં તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભોપાલમાં રિમોટનું બટન દબાવીને 3 પુસ્તકોનું વિમોચન કર્યું. દેશના ઈતિહાસમાં પહેલીવાર MBBS ના અભ્યાસમાં એક નવો અધ્યાય મધ્ય પ્રદેશથી જોડાયો છે. હવે અહીં તબીબી શિક્ષણ હિન્દીમાં મળી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ખુબ મહત્વપૂર્ણ દિવસ છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. આ દેશમાં શિક્ષણ ક્ષેત્રના પુર્નજાગરણની પળ છે. 


તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં પીએમએ પ્રાથમિક શિક્ષણ, ટેક્નિકલ અને મેડિકલ શિક્ષણમાં બાળકોની માતૃભાષાને મહત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. શિવરાજ સિંહ સરકારે દેશમાં સૌથી પહેલા મેડિકલ શિક્ષણની હિન્દીમાં શરૂઆત કરીને પીએમ મોદીની ઈચ્છા પૂરી કરી છે. 


અંગ્રેજો આપણને અંગ્રેજીના ગુલામ બનાવી ગયા- સીએમ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે- આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ગરીબ પરિવારના બાળકો, જે હિન્દી માધ્યમમાં ભણીને મેડિકલ કોલેજ સુધી પહોંચતા હતા પરંતુ અંગ્રેજીની જાળમાં ફસાઈ જાય છે. ઘણાએ તો મેડિકલનો અભ્યાસ પણ છોડી દીધો કે પછી આત્મહત્યા સુધી પહોંચી ગયા. અનેક બાળકોએ અભ્યાસ છોડ્યો. કારણ પૂછો તો ખબર પડી કે તેનું કારણ છે અંગ્રેજી. મે એક બાળકને પૂછ્યું કે શાળા કેમ છોડી તો તેણે રડતા કહ્યું હતું કે મામા અંગ્રેજી ખબર પડતી નથી. હિન્દીમાં અભ્યાસ આવા બાળકો માટે કામ લાગશે. આ કામ તો આઝાદી બાદ જ થવું જોઈતું હતું, પરંતુ તે હવે થઈ રહ્યું છે. અંગ્રેજો જતા રહ્યા, પરંતુ આપણને અંગ્રેજીના ગુલામ બનાવતા ગયા. અંગ્રેજી બોલો તો ઈમ્પ્રેશન પડે છે. આપણે આપણા મહાપુરુષોનું પણ અપમાન કર્યું. તાત્યા ટોપે નગરને ટીટી નગર કહેવા લાગ્યા. 


વધુ માહિતી માટે જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube