નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી (Lak Krishna Advani) સાથે બુધવારે મુલાકાત કરી. મળતી માહિતી અનુસાર આ મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમને લઇને વાતચીત થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે 4:30 વાગે લાલકૃષ્ન અડવાણીના ઘરે પહોંચ્યા અને 30 મિનિટ સુધી બંને વચ્ચે ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લઇને વાતચીત થઇ. તમને જણાવી દઇએ કે આગામી 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં સાધુ સંતો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લગભગ 150 લોકો સામેલ થઇ રહ્યા છે. 


ઝી ન્યૂઝને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર અયોધ્યામાં રામ મંદિર સાથે રામકથા કુંજ પાર્ક, ખુદકોમમાં મળેલા અવશેષોના સંગ્રહાલાય અને શેષાતાર મંદિર પણ બનાવવામાં આવશે. 


રામ મંદિરનો પાયો 15 ઉંડો હશે. તેમાં 8 લેયર હશે અને દરેક લેયર પર 2-2 ફૂટનું હશે. પાયામાં લોખંડનો ઉપયોગ નહી થાય. તેને ફક્ત કોક્રિટ અને મોરંગથી તૈયાર કરવામાં આવશે. રામલલાનું મંદિર 10 એકરમાં બનશે. બાકી 57 એકર ભૂમિમાં રામ મંદિર પરિસર હશે. મંદિર પરિસરમાં નક્ષત્ર વાટિકા બનાવવામાં આવશે. નક્ષત્ર વાટિકામાં 27 નક્ષત્રના વૃક્ષ લગાવવામાં આવશે.