નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો.  આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. નવા કાયદા મુજબ ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ્દ કરવાની ભલામણ રાજ્યસભામાં રજુ કરી છે. આ સાથે જ આર્ટિકલ 35એ પણ હટાવી દેવાઈ છે. જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવાયું છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. લદ્દાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે અમે જે બિલ અને સંકલ્પ લઈને આવ્યાં છીએ તેના પર તમારા મત રજુ કરી શકો છો. કલમ 370(3) હેઠળના કાયદાના ખતમ કરતા જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન 2019 બિલ રજુ કર્યું. આ બિલ મુજબ જમ્મુ અને કાશ્મીરને હવે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળશે. લદ્દાખ વગર વિધાનસભાનું કેન્દ્રશાસિત પ્રદેશ હશે. 


મહત્વની જાહેરાતો...
જમ્મુ અને કાશ્મીરના બે ભાગલા પડ્યા. જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ.
જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો.  
લદ્દાખને વિધાનસભા વગરનો અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. 
રાષ્ટ્રપતિએ કલમ 35એ હટાવવાની મંજૂરી આપી દેતા આ સાથે જ હવે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 35એ હટી ગઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...