નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે (Amit shah) બંગાળ વિધાનસભા ચૂંટણી (Bengal Election 2021) ના પ્રથમ તબક્કામાં 30માંથી 26 સીટો અને અસમમાં 47માંથી 37થી વધુ સીટો જીતવાનો દાવો કર્યો છે. તેમણે તે પણ દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ 200થી વધુ સીટો સાથે સરકાર બનાવશે. અસમમાં અમે પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવીશું. તેમણે આ વાત મીડિયાને સંબોધિત કરતા કહી છે. મહત્વનું છે કે શનિવારે 27 માર્ચે બન્ને રાજ્યોમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. હું અમારા માટે મતદાન કરનાર બન્ને રાજ્યોના લોકોનો આભાર માનુ છું. વોટર ટર્નઆઉટથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળમાં 84 ટકાથી વધુ મતદાન અને અસમમાં 79 ટકાથી વધુ મતદાન જણાવે છે કે જનતામાં ભારે ઉત્સાહ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયાને સંબોધિત કરતા શાહે આગળ કહ્યુ કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં 30માંથી 26થી વધુ સીટો ભાજપ જીતી રહ્યું છે. પાર્ટી 200થી વધુ સીટો જીતી સરકાર બનાવશે. અમારી સીટો પણ વધી રહી છે અને જીતનું અંતર વધી રહ્યું છે. અસમમાં 47માંથી 37થી વધુ સીટો મળશે. તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દર વખતની જેમ ગુંડા આ ચૂંટણીને પણ પ્રભાવિત કરશે. બંગાળમાં ચૂંટણી પંચને સફળતાપૂર્વક ચૂંટણી કરાવવામાં સફળતા મળી છે. બંગાળ ચૂંટણીમાં હિંસા સામાન્ય વાત થઈ ગઈ હતી. ઘણા વર્ષો બાદ આ પ્રથમ ચૂંટણી છે જ્યારે એકપણ બોમ્બ ફાટ્યો નથી, એકપણ ગોળી ચાલી નથી. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય વળાંક, શિવસેના દેશમુખ પર 'તૂટી પડી', ભાજપે કહ્યું- નૌટંકી


મતદાન દરમિયાન થયેલી હિંસાને કારણે કોઈનું મોત નથી થયું
અમિત શાહે તે પણ કહ્યુ કે, પશ્ચિમ બંગાળ અને અસમ બન્નેમાં શાંતિપૂર્વક મતદાન થયું. મતદાન દરમિયાન હિંસાને કારણે કોઈના મોત થયા નથી. અસમ કેટલાક વર્ષો પહેલા અને બંગાળ પણ ચૂંટણી હિંસા માટે જાણીતુ હતું. આ વખતે બન્ને જગ્યાએ શાંતી રહી, કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. આ બન્ને રાજ્યો માટે સારા સંકેત છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અસમનો જે વિકાસ થયો છે, તેને મોટુ જનસમર્થન મળી રહ્યું છે. ડબલ એન્જિન સરકારનો કોન્સેપ્ટ અસમની જનતાને ભાજપના આચરણથી સમજમાં આવી ગયો છે. 


મમતા બેનર્જી પર સાધ્યુ નિશાન
અમિત શાહે આ દરમિયાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે, બંગાળમાં જે પ્રકારે ઘોર નિરાશા અને હતાશાનો માહોલ હતો. 27 વર્ષના કમ્યુનિસ્ટ શાસન બાદ બંગાળના લોકોને આશા હતી કે દીદી એક નવી શરૂઆત લઈ આવશે. પરંતુ દળનું નિશાન અને નામ બદલાયું પરંતુ બંગાળ ત્યાંનું ત્યાં રહ્યું પરંતુ વધુ નીચે આવી ગયું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube