નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, પોલીસ અને કાયદો વ્યવસ્થા રાજ્યનો વિષય છે. જમાનો બદલાઇ રહ્યો છે. આપણા પડકારો બદલાઇ રહ્યા છે અને એનો સામનો કરવા માટે પોલીસને આધુનિક બનાવવાની જરૂરીયાત છે. પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યૂરોના 49મા સ્થાપના દિવસના અવસરે નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ઉપસ્થિત રહેતાં તેમણે આ વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશની આંતરિક સુરક્ષાને અકબંધ રાખવા માટે અત્યાર સુધી અંદાજે 34 હજારથી વધુ પોલીસ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. અને એટલે જ આજે પોલીસની સાખ આટલી મજબૂત બની છે. જેને વધુ ગૌરવવંતી કરવાની અને આગળ વધારવાની જરૂર છે. પોલીસમાં સુધાર કરવો એ એક લાંબી અને સતત ચાલનારી પ્રક્રિયા છે. પડકારો જે રીતે બદલાય એ રીતે આપણે એ પ્રક્રિયાને આગળ વધારવી પડે, પરંતુ પોલીસમાં રિફોર્મ એક મોટો પડકાર છે. જેને BPR&D એક નવી ડિઝાઇન સાથે કરવો પડશે. 


આ પણ વાંચો: શું ભારત સાથે યુધ્ધ ઇચ્છે છે પાકિસ્તાન?


ગૃહમંત્રીએ કહ્યું કે, આરપીસી અને આઇપીસીમાં જરૂરી સુધારા કરવા માટે દેશભરમાં એક કંસલ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની જરૂરત છે. બધાના સુચનો લઇને એને ગૃહમંત્રાલયમાં મોકલવામાં આવે, સીઆરપીસી અને આઇપીસીમાં જરૂરી સુધાર કરવાની તાતી જરૂરીયાત છે. કોઇ કેસમાં દોષિતોને ત્વરિત સજા અપાવવા માટે ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટી અને કોલેજોને વધારવાની જરૂર છે. જેનાથી ગુનેગારોને ઝડપી સજા કરાવવામાં સફળતા મળશે અને એનાથી ગુનેગારોમાં ગુનો કરવાની માનસિકતામાં પણ ઘટાડો નોંધાશે.


લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર