નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોનો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં કોઇ નાકાબંધી નથી. તેમણે કહ્યું કે, કોઇ વિસ્તારમાં ટેલિફોન સેવાનો ન હોવાનો માનવાધિકારનું ઉલ્લંઘન નથી. દિલ્હીમાં આયોજીત  સંકલ્પ પૂર્વ સિવિલ સેવા અધિકારી મંચની 5મી વાર્ષિક વ્યાખ્યાન માલા 2019ના સમાપન સત્રને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીર મુદ્દે કર્ફ્યું કેટલાક લોકોનાં મગજમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર-હરિયાણા ઈલેક્શનને લઈને દિલ્હીમાં બીજેપીનું મનોમંથન શરૂ, પીએમ મોદી પણ હાજર રહેશે
ટેલિફોન નહી હોવાનો માનવાધિકારનું ઉલ્લંઘન નહી. 
ગૃહમંત્રીએ કહ્યું કે, કાશ્મીરમાં અનેક પરિવર્તનો ચે આ લોકોનાં મગજમાં છે, કાશ્મીરમાં રહેલા 196 પોલીસ સ્ટેશનમાંથી દરેક સ્થળે કર્ફ્યું લેવામાં આવ્યો છે. કલમ 144 હેઠળ માત્ર 8 પોલસ સ્ટેશનમાં પ્રતિબંધ લાગુ છે. અનુચ્છેદ 370નો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, સંવિધાનનાં આ પ્રાવધાનના કારણે જમ્મુ કાશ્મીરમાં ઓઆતંકવાદનો એક વિશેષ સમયગાળો ચાલુ થયો છે. જેમાં અત્યાર સુધી 41800 લોકો મરાયા છે. તેમણે કહ્યું કે, હ્યુમન રાઇટ્સનાં સવાલ ઉઠાવનારાઓને પુછવા માંગુ છું કે આ મરાયેલા લોકોની વિધવાઓ અને તેમનાં અનાથ બાળકોની ચિંતા પણ તેમણે ક્યારેય કરી છે ? અમિત શાહે કહ્યું કે, ટેલિફોન સેવાનો નહી થવાનો માનવાધિકારનું ઉલ્લંઘન નથી, પરંતુ એટલા વર્ષોમાં 41 હજાર લોકોને મારવા તે માનવાધિકારનુ ઉલ્લંઘન છે.


લતા મંગેશકરે PM મોદીને કહ્યું, તમારા આવવાથી દેશની છબી બદલાઈ
બિહારમાં પૂરે વિનાશ વેર્યો, અત્યાર સુધી 14ના મોત, પટણામાં ચારેબાજુ પાણી જ પાણી
તોડી મરોડીને રજુ કરવામાં આવ્યો ઇતિહાસ
ગૃહમંત્રીએ કહ્યું કે, કાશ્મીરનો ઇતિહાસ તોડી મરોડીને દેશ સમક્ષ મુકવામાં આવ્યો, કારણ કે જેમની ભુલ હતી તેમને જવાબદારી ઇતિહાસ લખવાની જવાબદારી આવી ગઇ. તેમણે પોતાની ભુલને છઉપાવીને જનતા સામે રજુ કરી, હવે સમય આવી ચુક્યો છે કે ઇતિહાસ સાચી રીતે લખવામાં આવી અને સાચી માહિતી જનતા સમક્ષ મુકવામાં આવે. આઝાદી બાદ આઝાદ રજવાડાઓનાં એકીકરણમાં થયેલી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 630 રજવાડાઓને એક સુત્રમાં પરોવવાસરદાર પટેલને કોઇ સમસ્યા નથી થઇ પરંતુ જમ્મુ કાશ્મીરને અતુટ રીતે અખંડ રીતે એક કરવામાં 5 ઓગષ્ટ, 2019 જેટલો સમય લાગ્યો.