જમ્મુ: ગૃહમંત્રી અમિત શાહ તેમના જમ્મુ અને કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકોની નીકટ આવતા જોવા મળ્યા. ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે શાહ આ કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની પહોંચ્યા. રવિવારે સાંજે તેઓ આરએસપુરા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદે પણ ગયા. જમ્મુ નજીકના મકવાલમાં તેમણે બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે વાતચીત કરી અને ત્યાંના સ્થાનિકો સાથે સમય પસાર કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે ખાટલે બેસી કરી વાત
ગૃહમંત્રી અમિત શાહે મકવાલમાં એક સ્થાનિક નાગરિકનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો. એટલું જ નહીં તેમણે પોતાનો નંબર પણ આપ્યો અને કહ્યું કે તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે તેઓ ફોન કરી શકે છે. અમિત શાહે લોકો સાથે ચા પીધી અને લોકો  સાથે ઘણીવાર સુધી ખાટલે બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી. 


આતંકવાદનો સફાયો છે હેતુ
આ અગાઉ જમ્મુના ભગવતી નગરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યાઓ પર રોક લગાવવાનો છે. તેમણે કહ્યું કે કોઈને પણ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં વિધ્ન પાડવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં 12000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે અને સરકારનો હેતુ 2022ના અંત સુધીમાં કુલ 51,000 કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube