મમતાના ગઢ કોલકત્તામાં અમિત શાહની રેલી, વાંચો ગૃહપ્રધાનના ભાષણની 10 મોટી વાતો
અમિત શાહે ભાષણમાં જ્યાં ટીએમસી પર હુમલો કર્યો તો એકવાર ફરી સીસીએને યોગ્ય ગણાવ્યું છે.
કોલકત્તાઃ ગૃહ પ્રધાન અમિત શાહ (amit shah)એ રવિવારે કોલકત્તામાં એક રેલીને સંબોધિત કરી હતી. અમિત શાહે ભાષણમાં જ્યાં ટીએમસી પર નિશાન સાધ્યું, તો એકવાર ફરી સીએમને યોગ્ય ઠેરવ્યા છે. જુઓ અમિત શાહના ભાષણની મુખ્ય 10 વાતો..
1. અમિત શાહે કહ્યું, 'અમે જ્યારે બંગાળમાં ચૂંટણી મેદાનમાં હતા તો મમતા દીદી કહેતા હતા જમાનત બચાવી લેજો. મમતા જી આ આંકડા જુઓ, હવે આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ પૂર્ણ બહુમતની સાથે ભાજપની સરકાર બંગાળમાં બનવાની છે.'
2. મોદી જી જ્યારે સીએએને લઈને આવ્યા તો તમામ વિપક્ષી વિરોધમાં આવી ગયા. સીએએથી તમારી નાગરિકતા જવાની નથી. સીએએ નાગરિકતા આપવાનો કાયદો છે લેવાનો નહીં.
3. ગૃહ પ્રધાને કહ્યું, 'મોદી જી સીએએ લઈને આવ્યા, લાખો બંગાળીઓને તેનાથી નાગરિકતા મળે છે. મમતા દીદીએ તેનો વિરોધ કર્યો. બંગાળમાં તોફાનો કરાવ્યા, ટ્રેનો સળગાવી, રેલવે સ્ટેશનને પણ સળગાવી દેવામાં આવ્યા હતા.'
4. હું સવાલ પૂછવા આવ્યો છું કે અમે નાગરિકતા આપવા ઈચ્છીએ છીએ અને તમે તેનો વિરોધ કેમ કરી રહ્યાં છે. તમને ઘુષણખોરો તમારા લાગે છે. હું જણાવવા આવ્યો છું કે જે શરણાર્થી અહીં આવ્યા છે અને તેને નાગરિકતા આપીને રહીશું.
5. મોદી જીએ વિકાસની સાથે સાથે દેશના સન્માન અને સુરક્ષા સાથે જોડાયેલા ઘણા નિર્ણય લીધા. તમે બધા ઈચ્છતા હતા કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બને 5 ઓગસ્ટે સંસદમાં કલમ 370 સમાપ્ત કરી દીધી.
6. તમારા આશીર્વાદ મળ્યા અને મોદીજીએ રામ મંદિર નિર્માણના કામને આગળ વધારવાનું કામ કર્યું. કેટલાક મહિનામાં આકાશને આંબતુ ભવ્ય રામ મંદિર બનવાનું છે.
7. મમતા દીદીએ કેન્દ્રના 6 હજાર કરોડ રૂપિયા રાજ્યના ગરીબ કિસાનો સુધી ન પહોંચવા દીધા. મમતા દીદી તમે શું કામ કિસાનો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે.
8. બંગાળમાં અમને યાત્રા કરવાની મંજૂરી ન આપવામાં આવી. હજારો કાર્યકર્તાઓ પર ગોળીઓ ચલાવવામાં આવી. ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. 40થી વધુ કાર્યકર્તાઓના જીવ ગયા પરંતુ મમતા દીદી અમને રોકી ન શક્યા.
9. મમતા સરકારે પીએમ મોદીને બંગાળનો વિકાસ કરવા ન દીધો. તમે કોમ્યુનિસ્ટોને 2 દાયકા સુધી તક આપી અને દીદીને 10 વર્ષ સુધી, શું તેમણે વિકાસ કર્યો, નહીં.
10. સોનાનું બંગાળ મમતા દીદીના નેતૃત્વમાં નહીં બને. ભાજપને પાંચ વર્ષ માટે સત્તામાં લાવો, અમે આ સપનું સાકાર કરી દેશું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube