નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા શુજાબ બુખારી અને સેનાનાં જવાબ ઓરંગજેબની હત્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. રમઝાન હોવાનાં કારણે સમગ્ર ખીણમાં લાગુ કરાયેલા સીઝફાયરને હટાવવા માટે હવે દેશનાં તમામ તબક્કામાંથી માંગ ઉઠી રહી છે આ અંગે ચર્ચા કરવા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સાંજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી, સુરક્ષા અને સીઝફાયર અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મળતી માહિતી અનુસાર રાજનાથે ખીણની પરિસ્થિતી અંગેવડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઝફાયર દરમિયાન જ ઇદના તહેવારનાં એક દિવસ પહેલા બનેલી ઘટનાને કારણે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદથી સરકાર પર સિઝફાયર હટાવવાનું મોટુ દબાણ બની રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરની અવધી વધારવા મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ 17 જુને મોટી જાહેરાત કરશે. તેમણે એક સવાલનાં જવાબમાં કહ્યું કે, 16 જુન સુધી ખીણમાં સિઝફાયર અને સૈન્ય ઓપરેશન પર પ્રતિબંધ લગાવેલો છે. ઇદ બાદ 17 જુન પછી જ હું આ અંગે કંઇ પણ બોલીશ. 

જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાનાં ઉદ્દેશ્ય સાથે ગૃહમંત્રાલયે આતંકાદીઓની વિરુદ્ધ ઓપરેશન  પર ઇદ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે તેનાં કારણે ઘીટમાં પરિસ્થિતીમાં કોઇ સુધારો તો નથી થયો પરંતુ આતંકવાદે માથુ ઉચક્યું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે સીઝફાયર હટાવવાની વાત કરી છે. શુક્રવારે જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી કવીંદ્ર ગુપ્તે કહ્યું કે, રાજ્ય સરકાર આ સીઝફાયરને આગળ વધારે. તેમણે કહ્યું કે, સીઝફાયરની જાહેરાત સમયે આવી પ્રતિક્રિયાની આશા નહોતી. 

અગાઉ સરકારે આ નિર્ણયની સમીક્ષા કરી. ગુરૂવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મુદ્દે મોટી બેઠક બોલાવી. જેમાં સીઝફાયર ચાલુ રાખવા અથવા હટાવવા અંગે ચર્ચા થઇ. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અહીર સહિત તમામ મોટા અધિકારીઓ પણ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજનાથ સિંહે બે દિવસની જમ્મુ કાશ્મીર યાત્રા કરી હતી જ્યાં તેમણે પરિસ્થિતીનો તાગ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.