બેંગ્લુરૂ : પુલવામા હુમલા બાદ એરસ્ટ્રાઇક પર ચાલી રહેલું રાજકારણ અટકવાનું નામ નથી લઇ રહી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મોટુ નિવેદન આપ્યું છે. કર્ણાટકના મેંગ્લુરૂમાં રેલી સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, પાંચ વર્ષમાં અમારી સેનાએ ત્રણ વખત પોતાની સીમાની બહાર જઇને એરસ્ટ્રાઇક કરી છે. જેમાંથી તેમણે બે સ્ટ્રાઇકની માહિતી આપવાની વાત પણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ખેલાડીઓએ સેનાની કેપ પહેરી મેચ રમ્યા તો પાક.ને લાગ્યા મરચા, આપ્યું આવું નિવેદન

ગૃહમંત્રી રાજનાથે કહ્યું કે, જ્યારે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરનાં ઉરીમાં આપણા સુઇ રહેલા જવાનો પર હુમલો કર્યો જેમાં 17 જવાન શહીદ થઇ ગયા હતા. ત્યારે અમે પહેલીવાર પોતાની સીમા લાંઘીને સ્ટ્રાઇક કરી, જ્યારે બીજી વાર એવુો જ હુમલો સેનાએ પુલવામા હુમલા બાદ કર્યો. જો કે તેમણે ત્રીજી સ્ટ્રાઇક અંગે માહિતી નહોતી આપી.