નવી દિલ્હી: દેશ આઝાદીનો 75 મો પર્વ ઉજવી રહ્યો છે. આ સમયે દેશની સુરક્ષામાં સક્રિય રહેતા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપનારા શૂરવીરોને સ્વતંત્રતા દિવસ (Independence Day) પર સન્માન કરવામાં આવશે. આ વર્ષે 1,380 શૂરવીરોને ગેલેન્ટ્રી એવોર્ડથી (Gallantry Awards) સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે પોલીસના આ જવાનો માટે આપવામાં આવતા પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, પોલીસ મેડલ ઓફ ગેલેન્ટ્રી, પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિન્ગ્વિશ સર્વિસ સહિત અન્ય ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશિષ્ટ સેવા માટે કરાશે સન્માનિત
મંત્રાલયના જણાવ્યા અનુસાર, પોલીસના 2 જવાનોને વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 628 જવાનોને વીરતા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. આ ઉપરાંત 662 પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. 88 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.


આ પણ વાંચો:- 9 એન્ટ્રી ડ્રોન, 300 CCTV, 5000 જવાન, 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આવી હશે સુરક્ષા વ્યવસ્થા


સૌથી વધુ મેડલ જમ્મુ-કાશ્મીર પોલીસને
સરહદ પર તૈનાત આઇટીબીપીના (ITBP) 23 જવાનોને વીરતા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેઓ ચીન સરહદ પર તૈનાત રહી દેશની રક્ષા કરે છે. તેમાંથી 20 જવાનોને મે-જૂન 2020 માં પૂર્વ લદાખની અથડામણમાં બતાવેલી બહાદુરી માટે સન્માનિત કરવામાં આવશે.


આ પણ વાંચો:- 14 ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ના રૂપમાં મનાવશે ભારત, PM મોદીએ કરી જાહેરાત


ત્યારે સૌથી વધારે મેડલ જમ્મુ-કાશ્મીર પોલીસને (J&K Police) મળ્યા છે. તેમાં જમ્મુ અને કાશ્મીરના 256 પોલીસ કર્મચારી અને સીઆરપીએફના 151 બહાદુર જવાન સામેલ છે. આ ઉપરાંત ઓડિશાના 67, મહારાષ્ટ્રના 25 અને છત્તીસગઢના 20 જવાન સામેલ છે. સાથે જ અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પણ કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપરાંત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનોને પણ એવોર્ડ આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube