નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે, હાલમાં જ હોટસ્પોટ બનીને ઉભરેલા અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચેન્નાઇમાં કોરોના વાયરસની સ્થિતી વધારે ગંભીર છે. બીજી તરફ ગૃહમંત્રાલયે કહ્યું કે, દેશનાં અનેક હિસ્સાઓમાં લોકડાઉનનાં ઉલ્લંઘનના સમાચારો આવી રહ્યા છે. તેના કારણે કોરોના વાયરસના સંક્રણનો ખતરો વધ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસ વચ્ચે ઉભરીને સામે આવેલા હોટસ્પોટ અમદાવાદ અને સુરત, ઠાણે, હૈદરાબાદ અને ચેન્નાઇમાં સ્થિતી વધારે ગંભીર છે. આ જ કારણ છે કે, ગૃહમંત્રાલયે ગુજરાત, તેલંગાણા અને તમિલનાડુમાં જમીની સ્થિતીની ગણત્રી કરવા માટે ચાર આંતર ક્ષેત્રીય ટીમોને મોકલી છે.

અગાઉ પણ ગૃહમંત્રાલયે કેટલાક શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રલયે કહ્યું હતું કે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઇંદોર, મહારાષ્ટ્રનાં મુંબઇ અને પુણે, રાજસ્થાનનાં જયપુર, પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા મેદનીપુર પૂર્વ, 24 ઉત્તર પરગના, દાર્જીલિંગ, કેલિમ્પોંગ અને જલપાઇગુડીમાં સ્થિતી ગંભીર છે. 

અમદાવાદમાં મેના અંત સુધીમાં 8 લાખ લોકો સંક્રમિત થાય તેવી શક્યતા
અધિકારીઓએ કહ્યું કે, અમદાવાદમાં મેના અંત સુધીમાં આઠ લાખ લોકોને આ ચેપ લાગી શકે છે. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર દિવસમાં જે પ્રકારે સંક્રમણના કિસ્સા બમણા થયા છે, જો સ્થિતી આવી જ રહી તો ખુબ જ ગંભીર સ્થિતી પેદા થશે. ગુજરાતનાં અમદાવાદમાં સૌથી વધારે સંક્રમિત મળ્યા છે. અત્યાર સુધી અહીં સંક્રમણનાં 1638 કિસ્સા સામે આવ્યા છે, તેમાં 75 લોકોનાં મોત થઇ ચુક્યા છે અને 105 લોકો સારા થઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube