Visa For Tourist: ચાર્ટર્ડ વિમાન દ્વારા ભારત આવનાર પ્રવાસીઓને આ તારીખથી ઇશ્યૂ થશે નવા પર્યટન વીઝા
કોરોના (Covid 19) મહામારીની બીજી લહેર બાદ હવે દેશ ફરી એકવાર સામાન્ય દિશામાં આગળ વધી રહ્યો છે. પર્યટન (Tourism) ક્ષેત્રને ગતિ આપવા માતે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના (Covid 19) મહામારીની બીજી લહેર બાદ હવે દેશ ફરી એકવાર સામાન્ય દિશામાં આગળ વધી રહ્યો છે. પર્યટન (Tourism) ક્ષેત્રને ગતિ આપવા માતે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ વડે આવનાર વિદેશી પર્યટકોને 15 ઓક્ટોબરથી નવા વિઝા (Visa) ઇશ્યૂ કરવામાં આવશે.
કેંદ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry) ગુરૂવારે કહ્યું કે ભારત આવનાર તમામ વિદેશી પર્યટકો, (foreign tourists) એમના સંવાહકોને કોવિડ 19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશમાં ચાર્ટર્ડ વિમાન દ્વારા આવનાર વિદેશીઓ માટે 15 ઓક્ટોબરથી ભારત નવા પર્યટન વીઝા ઇશ્યૂ કરશે. ચાર્ટર્ડ વિમાન ઉપરાંત અન્ય વિમાનો દ્વારા ભારત આવનાર વિદેશી પર્યટકો (foreign tourists) ને 15 નવેમ્બરથી નવા વીઝા ઇશ્યૂ કરવામાં આવશે.
આર્યન ખાનને 14 દિવસની જેલ, વકીલે દાખલ કરી જામીન અરજી
તેમણે કહ્યું કે હાલ કોવિડ 19 ની સ્થિતિમાં ત્યારબાદ વીઝા અને આંતરરાષ્ટ્રીય યાત્રાને લઇને લગાવેલ પાબંધીઓમાં છૂટછાટ આપવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ વિદેશી પર્યટકોને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર દિશા નિર્દેશોનું જરૂરિયાત અનુસાર પાલન કરવું પડશે. સરકારે કહ્યું કે તેમણે આ નિર્ણય ઘણી રાજ્ય સરકારો અને ટૂરિઝ્મ સેક્ટરના પ્રતિનિધિઓ તરફથી ટૂરિસ્ટ વીઝા (Tourist visa) શરૂ કરવા અને વિદેશી પર્યટકોને ભારત આવવાની પરવાનગી આપવાની માંગ બાદ લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube