People Average Age: દુનિયાના આ દેશોમાં લાંબુ જીવે છે લોકો, જાણો ભારતમાં કેટલી છે સરેરાશ ઉંમર

Hong Kong people Life: શું તમે જાણો છો તે દેશ વિશે જ્યાં લોકો લાંબી જિંદગી જીવે છે. એક સર્વેમાં હોંગકોંગના લોકો વિશે જે જાણકારી સામે આવી છે, તે પ્રમાણે તેની સરેરાશ ઉંમર સૌથી વધુ છે.
નવી દિલ્હીઃ Highest Life Expectancy In World: લાંબુ જીવવાની ઈચ્છા કોને નથી હોતી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું આયુષ્ય લાંબુ બને. પણ ઈચ્છાથી કંઈ થતું નથી. જો આમ થયું હોત તો આફ્રિકન ખંડના મોટાભાગના દેશોમાં લોકોની સરેરાશ ઉંમર 60 વટાવી ગઈ હોત. વિશ્વના વિવિધ ભાગોમાં સરેરાશ વય 40 વર્ષથી 100 વર્ષ સુધી બદલાય છે. હવે જ્યારે આ ઉંમર 40 થી 100 વર્ષ સુધીની છે, તો તમને એ જાણવા માટે ઉત્સુકતા થશે કે કયો દેશ છે જ્યાં લોકો લાંબા સમય સુધી જીવે છે અને જ્યાં સૌથી નાની ઉંમર સુધી લોકો જીવે છે. આ બધાની વચ્ચે એ જાણવું પણ જરૂરી છે કે ભારતમાં સરેરાશ ઉંમર કેટલી છે.
એક આંકડા પ્રમાણે હોંગકોંગના લોકોની સરેરાશ ઉંમર 84 વર્ષ છે, જો વાત જાપાનની કરીએ તો એવરે ઉંમર 83 વર્ષ છે. ઈટાલીમાં સામાન્ય ઉંમર 82 વર્ષ છે. સ્પેનમાં લોકો સરેરાશ 82.5 વર્ષ જીવે છે. તો સિંગાપુરમાં સરેરાશ આયુષ્ય 83.1 વર્ષ છે. જો ભારતની વાત કરીએ તો અહીં લોકો સરેરાશ 70 વર્ષ સુધી જીવે છે. અહીં કેટલાક દેશો વિશે જણાવીશું જ્યાં સરેરાશ ઉંમર 80 વર્ષને પાર છે.
દેશ | સરેરાશ ઉંમર |
હોંગકોંગ | 84 |
સિંગાપુર | 83.1 |
જાપાન | 83 |
સ્પેન | 82.5 |
ઇટલી | 82 |
ભારત | 70 |
સરેરાશ આયુષ્ય કેમ વધારે છે
હવે એ સમજવું પણ જરૂરી છે કે હોંગકોંગના લોકોની સરેરાશ ઉંમર આટલી કેમ વધારે છે. નિષ્ણાતો કહે છે કે આ દેશોમાં સારી પાયાની સુવિધાઓ, સારી હોસ્પિટલની વ્યવસ્થા, રોજગારના સાધનો મુખ્ય કારણો છે. જો તમે આ દેશોની ભારત સાથે સરખામણી કરો તો માથાદીઠ સુવિધાઓ પરનો બોજ ઓછો છે. ભારતમાં હજુ પણ એવા ઘણા શહેરો છે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપૂરતું છે, ગામડાઓને તો છોડી દો. જો કે, દેશની આઝાદીની સરખામણીમાં, સરેરાશ વયમાં વધારો થયો છે. આઝાદી પહેલા ભારતની સરેરાશ ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે હતી પરંતુ હવે સરેરાશ ઉંમરનો આંકડો સુધર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube