નવી દિલ્હી : નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને આશા છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી  પંચનુ સંચાલન પરિષદની 15 જુને યોજાનારી બેઠકમાં જોડાશે. કુમારે શનિવારે કહ્યું કે, અમે તેમને સંપુર્ણ સન્માન સાથે આમંત્રીત કર્યા છે અને મને હજી પણ આશા છે કે તેઓ મારુ વ્યક્તિગત નિમંત્રણ સ્વિકાર કરશે અને 15 જુનની બેઠકમાં જોડાઇને નીતિ પંચમાં સુધાર માટે પોતાનાં વિચારો સાથે અમે અવગત કરાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે વડાપ્રધાન
મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં જોડાવાનો ઇન્કાર કરતા કહ્યું કે, આ બેકારની કવાયદ છે કારણ કે પંચને રાજ્યોની યોજનાઓનાં સમર્થન માટે કોઇ પ્રકારનો અધિકાર નથી. મોદી નીતિ પંચનુ સંચાલન પરિષદની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં દેશનાં વિકાસ સંબંધિત અલગ અલગ મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે. 


LIVE: માલદીવ પહોંચ્યા PM મોદી, ગાર્ડઓફ ઓનર ઉપરાંત સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું
રેલવેના ઈતિહાસમાં પહેલીવાર...હવે ચાલુ ટ્રેનમાં તમને મળશે આ ખાસ સુવિધા
મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને મનાઇ કરી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને આ બેઠકમાં નહી જોડાવા અંગે માહિતી આપી છે. બેનર્જીએ પત્ર લખ્યું છે કે, નીતિ પંચની પાસે આર્થીક અધિકાર નથી અને તેની પાસે રાજ્યની યોજનાઓનું સમર્થન કરવા માટે પણ અધિકાર નથી. એવામાં પંચની બેઠક એક બેકારની કવાયત છે. 


અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો
કુમારે કહ્યું કે, નીતિ પંચની પાસે પ્રોત્સાહન આપવાનો અધિકાર છે અને તેઓ પ્રતિસ્પર્ધા તથા સહકારિતાના સંઘવાનનાં આધારે આગળ વધે છે. આ અગાઉ એક કાર્યક્રમને સંબોધિત કરતા કુમારે કહ્યું કે, દેશની આર્થિક વૃદ્ધીની ગતિની રફતારને ઝડપી કરવા માટે શિક્ષણ, સ્વાસ્થય, કૃષી, નિકાસ અને અંગત રોકાણ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.