લખનઉ: ઉત્તર પ્રદેશના કુશીનગરમાં રહસ્યમયી ટોફી (ચોકલેટ) ખાવાથી ચાર માસૂમ બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. એક સાથે ચાર બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓ સામેલ છે. તમામની ઉંમર 2થી 6 વર્ષની વચ્ચે છે. ઘટના કસયા પોલીસ મથક હદના કુડવા ઉર્ફે દિલીપનગરના સિસઈ લઠઉર ટોલેની છે. મૃતકોના પરિજનોનો આરોપ છે કે દરવાજા પર કોઈએ આ ચોકલેટ ફેકી હતી, જેને ખાધા બાદ આ બાળકોએ દમ તોડ્યો. મૃતકોમાંથી ત્રણ  બાળકો એક જ પરિવારના છે. યુપીના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીડિત પરિવારને તત્કાળ સહાયતા તથા તપાસના નિર્દેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરના ચિરાગ બૂઝાઈ ગયા
ઉપજિલ્લાધિકારી વરુણકુમારપાંડેએ ગ્રામીણોના હવાલે જણાવ્યું કે કસયા પોલીસ મથક હદના કુડવા ઉર્ફે દિલીપનગરના લઠઉર ટોલાની મુખિયા દેવી સવારે ઘરના દરવાજે ઝાડૂ લગાવી રહી હતી. તે વખતે તેને એક પોલીથીન બેગમાં પાંચ ચોકલેટ અને 9 રૂપિયા મળ્યા. તેમાંથી તેણે 3 ચોકલેટ તેના પૌત્ર પૌત્રીઓને અને એક ચોકલેટ પાડોશીના બાળકને આપી. ચારેય બાળકો ચોકલેટ ખાધા બાદ રમાવા માટે જેવા થોડા આગળ ગયા કે બેહોશ થઈને જમીન પર પડી ગયા. 


આ ટૂથપેસ્ટ કંપની પર થઈ કાર્યવાહી, જાણો શું છે મામલો


તેમણે જણાવ્યું કે બાળકોને ગ્રામીણોએ જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં  ડોક્ટરોએ ચારેય બાળકોને મૃત જાહેર કર્યા. મૃત બાળકોમાંથી 3 સગા ભાઈ બહેનો મંજના (5), સ્વિટી(3) અને 2 વર્ષનો સમર સામેલ છે. પાડોશમાં રહેતો બલેસરનો પાંચ વર્ષના એકમાત્ર પુત્ર અરુણનું ચોકલેટ ખાવાથી મોત થયું છે. 


તપાસ ચાલુ
ગ્રામીણના જણાવ્યાં મુજબ ચોકલેટના રેપર પર બેસનારી માખીઓના પણ મોત થઈ ગયા. એક ચોકલેટ સુરક્ષિત રાખવામાં આવી છે. પાંડેએ જણાવ્યું કે મામલાની તપાસ થઈ રહી છે. આ બાજુ રાજ્ય સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીડિત પરિવારને તત્કાળ સહાયતા આપવા જણાવ્યું છે. 


હૈદરાબાદ: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 11 મજૂરો જીવતા ભૂંજાયા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube