મોસ્કો : રશિયાનાં ફીફા વર્લ્ડ કપની 21મા વર્લ્ડકપની પહેલી મેચમાં ગુરૂવારે અહીં લુઝનિકી સ્ટેડીયમમાં સઉદી અરબને 5-0થી હરાવીને જીતની સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. આશરે 80 હજાર દર્શકો અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં લુઝનિકી સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં રશિયાએ પહેલી હાફમાં બે અને બીજા હાફમાં ત્રણ ગોલ ફટકાર્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેજબાન ટીમના માટે ડેનિસ ચેરિશેવે 2 અને યૂરી ગાંજિસ્કી, અર્તેમ જ્યુબા અને એલેક્ઝાન્ડર ગોલોવિને એક એક ગોલ કર્યો હતો. ટુર્નામેન્ટનો પહેલો ગોલ કરવા માટે રશિયાએ માત્ર 12 મિનિટનો સમય લીધો હતો. ડાબા છેરે હાજર મિડફિલ્ડર એલેક્ઝેન્ડર ગોલોવિને બોક્સની બહારથી ક્રોસ કરી દીધી જેના પર શાનદાર હેડર લગાવીને સંપુર્ણ ગાંજિસ્કીએ પોતાનાં દેશને 1-0થી શરૂઆતી બઢત અપાવી હતી. 

એક ગોલથી આગળ ચાલ્યા બાદ રશિયાના ખેલાડીઓમાં વધારે આક્રમકતા જોવા મળી અને સાઉદી અરબનાં ખેલાડી મેજબાન ટીમની ઝડપ અને શારીરિક શક્તિના કારણે મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. પહેલો ગોલ ફટકાર્યાની 3 મિનિટ બાદ રશિયાએ વધારે એક ગોલ ફટકાર્યો હતો. જો કે મેજબાન ટીમના ગોલકીપરે અબ્દુલ્લા અલ મયુફનો બેહતરીન બચાવ કર્યો હતો. 

સઉદી અરબે બોલ પર વધારે સમય સુધી પોતાનો કબ્જો જમાવી રાખ્યો પરંતુ રશિયાનાં ખેલાડીઓ કોઇ પણ તકે વિપક્ષી ટીમના ડિફેન્સને ભેદવામાં સફળ રહ્યા હતા. જો કે 22મી મિનીટે મેજબાન ટીમને એક મોટો ઝટકો લાગ્યો અને એલન ડ્ડાગોવની માંસપેશીઓ ઝકડાઇ ગઇ હતી. જેનાં કારણે તેને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. 

બીજા હાફમાં 19 મિનિટની અંતર રશિયાએ 3 ગોલ ફટકાર્યા હતા. અર્તેમ જ્યુબાએ 71મી મિનિટે ત્રીજો ગોલ કર્યો, જ્યારે ચેરિશેવે 90મી મિનિટે પોતાનો બીજો અને ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. વધારે સમયમાં એલેકઝેન્ડરે ગોલોવિને ગોલ કરીને રશિયાને 5-0થી જીત પર મહોર લગાવી દીધી હતી. 

સઉતી અરબની ટીમ 12 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપ રમી રહી છે. તેને આખરી વખત વર્લ્ડ કપમાં 1994માં જીત નોંધાવી હતી. અત્યાર સુધી માત્ર દક્ષિણ આફ્રિકા 2010માં મેજબાન ગ્રુપ ચરણથી આગળ જઇ શક્યું નથી. ટુર્નામેન્ટ પહેલા સતત 7 મેચોમાં જીતથી વંચીત રહેલ રશિયા પર આ જીત માટે ઘણું દબાણ હતું.