26મી જાન્યુઆરીની પરેડ જોવા માંગો છો તો જલ્દી કરો, હજી પણ તમે આ સ્થળોએ ટિકીટ ખરીદી શકો છો
પજાસત્તાક દિવસની પરેડને હવે ગણીને ત્રણ દિવસ જ બાકી રહી ગયા છે. દિલ્હીમાં બહુ જ શાનદાર રીતે ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણતંત્ર દિવસ પરેડમાં રાજપથ પર દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 70મો ગણતંત્ર દિવસ ઉજવશે. ત્યારે તમને પણ આ પરેડમાં જવાની બહુ જ ઈચ્છા થતી હશે ને. જો તમને એવું લાગતું હશે કે, ગણતંત્ર દિવસમાં આપણે ન જઈ શકીએ અને ત્યાં તો સરકાર દ્વારા આમંત્રિત મહેમાનો જ હાજરી આપે છે, તો તમારી ધારણા ખોટી છે. તમે પણ ગણતંત્ર દિવસમાં જઈ શકો છો. આ માટે સરકારે ટિકીટ વ્યવસ્થા રાખી છે. અને જો તમે સમજતા હશો કે, હવે મોડું થઈ ગયું છે તો એવું ના વિચારો. ટિકીટ ખરીદવાની તક હજી પણ તમારી સામે છે. તો જો તમે ગણતંત્ર દિવસ 2019ની પરેડમાં જવા માંગો છો તો જાણી લો પૂરી ડિટેઈલ્સ.
ગુજરાત : પજાસત્તાક દિવસની પરેડને હવે ગણીને ત્રણ દિવસ જ બાકી રહી ગયા છે. દિલ્હીમાં બહુ જ શાનદાર રીતે ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણતંત્ર દિવસ પરેડમાં રાજપથ પર દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 70મો ગણતંત્ર દિવસ ઉજવશે. ત્યારે તમને પણ આ પરેડમાં જવાની બહુ જ ઈચ્છા થતી હશે ને. જો તમને એવું લાગતું હશે કે, ગણતંત્ર દિવસમાં આપણે ન જઈ શકીએ અને ત્યાં તો સરકાર દ્વારા આમંત્રિત મહેમાનો જ હાજરી આપે છે, તો તમારી ધારણા ખોટી છે. તમે પણ ગણતંત્ર દિવસમાં જઈ શકો છો. આ માટે સરકારે ટિકીટ વ્યવસ્થા રાખી છે. અને જો તમે સમજતા હશો કે, હવે મોડું થઈ ગયું છે તો એવું ના વિચારો. ટિકીટ ખરીદવાની તક હજી પણ તમારી સામે છે. તો જો તમે ગણતંત્ર દિવસ 2019ની પરેડમાં જવા માંગો છો તો જાણી લો પૂરી ડિટેઈલ્સ.
ક્યાં મળશે ટિકીટ
ભારતના ગણતંત્ર દિવસની પરેડ માટે 7 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ટિકીટનું વેચાણ કરવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા કેટલાક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ જ સ્થળોએ ગણતંત્ર દિવસના પરેડની ટિકીટ મળતી હોય છે.
કયા કયા સ્થળ
- નોર્થ બ્લોક ગોલ ચક્કર
- સેના ભવન (ગેટ 2)
- પ્રગતિ મેદાન (ભૈરો રોડ પર ગેટ 1)
- જંતર મંતર (મુખ્ય ગેટ)
- શાસ્ત્રી ભવન (ગેટ 3ની પાસે)
- જામનગર હાઉસ (ઈન્ડિયા ગેટની સામે)
- લાલ કિલ્લા (15 ઓગસ્ટની અંદર અને જૈન મંદિરની સામે)
- સંસદ ભવન (રિસેપ્શન ઓફિસ) - સંસદ સદસ્યો માટે વિશેષ કાઉન્ટર
ટિકીટ ખરીદવાનો સમય
ટિકીટ સવારે 10 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી 4.30 સુધી ઉપલબ્ધ હોય છે.
ટિકીટ માટેની કેટલીક સૂચના
- 23 જાન્યુઆરીએ એટલે કે આજે ગણતંત્ર દિવસની પરેડની ફુલ ડ્રેસ રિહર્સલને કારણે તમામ ટિકીટ કાઉન્ટર સવારના સમયે બંધ રહે છે અને માત્ર બપોરના સમયે જ ખુલે છે
- સેના ભવનમાં એક ટિકીટ કાઉન્ટર 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2019 સુધી સાંજે 7 વાગ્યુ સુધી ખુલ્લુ રહે છે.
- 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પરેડને કારણે તમામ ટિકીટ કાઉન્ટર બંધ રહેશે.
- ટિકીટ ખરીદવા માટે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ કે સરકાર દ્વારા જાહેર ઓળખ પત્ર રજૂ કરવાનું રહેશે.
ટિકીટના ભાવ
- ગણતંત્ર દિવસની પરેડ
આરક્ષિત સીટો માટે 500 રૂપિયા. અનારક્ષિત સીટ માટે 100 રૂપિયા અને 200 રૂપિયા. આરક્ષિત સીટ મુખ્ય ચરણના નજીક આવેલ છે, જ્યાં તમામ કાર્યવાહી થાય છે. વહેલો તે પહેલાના આધાર પર અનારક્ષિત બેઠકોની વ્યવસ્થા હોય છે. જો તમારી પાસે અનારક્ષિત ટિકીટ છે, તો નક્કી કરો કરવું પડશે કે તમે સૌથી સારા સ્થાનને પ્રાપ્ત કરવા માટે જલ્દીથી કાર્યક્રમ સ્થળ પર પહોંચવું પડશે.
- બીટિંગ રિટ્રીટ સમારોહ
બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે 29 જાન્યુઆરીના રોજ સાંજે કરવામાં આવે છે. આ સમારોહ 26મી જાન્યુઆરીના રોજ શરૂ થયેલ સમારોહના સમાપ્ત થવાના સૂચક છે. બીટિંગ રિટ્રીટ સમારોહની ફૂલ ડ્રેસ રિહર્સલ 28 જાન્યુઆરીના રોજ થાય છે. તેની તમામ સીટ અનારક્ષિત છે. જેનો ભાવ 50 રૂપિયા અને 20 રૂપિયા છે.