નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. નવું વર્ષ પણ નવી આશાઓ લઈને આવ્યું છે. દેશમાં ત્રીજી લહેરની સંભાવના યથાવત છે અને કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં પણ વધારો થયો છે. જો કે આ દરમિયાન રાહત આપતા અનેક સમાચારો પણ સામે આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થઈ રહી છે ઓમિક્રોનની વિદાય!
દેશમાં ઓમિક્રોન (Omicron) ના કેસ સતત વધી રહ્યા છે પરંતુ તેમાંના મોટાભાગનામાં લક્ષણો ખૂબ જ હળવા જોવા મળી રહ્યા છે. સારી વાત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત વધુ દર્દીઓ ઘરે બેઠા સાજા થઈ રહ્યા છે. AIIMSના ડાયરેક્ટરે પોતે આ વાત કહી રહ્યા છે.


ડૉક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર, કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે પરંતુ લોકોને હોસ્પિટલ અને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે આપણે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. આવું જ કંઈક દિલ્હીમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં કેસ વધી રહ્યા છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં છેલ્લા સમયથી ઘટાડો જોવા મળ્યો છે.


'દિલ્હીમાં બાળકો માટે 3 હજાર બેડ તૈયાર'
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે હાલમાં હોસ્પિટલોમાં કેસ ઓછા આવી રહ્યા છે. ઓમિક્રોનનો કેસ ગંભીર નથી. અત્યારે વિદેશથી આવનાર લોકોને ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવી રહ્યા છે. બાળકોની સારવાર માટે પણ તૈયારી પૂર્ણ છે. આ માટે શહેરમાં 3 હજાર બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.


દિલ્હીની માફક યુપીમાં પણ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને કોરોના ટેસ્ટિંગ વધારવાની સાથે સારવારની વ્યવસ્થા સુધારવા માટે પણ સૂચના આપી હતી.

શું ઓમિક્રોન 100 વર્ષ પહેલાંના સ્પેનિશ ફ્લૂના હળવા વેરિએન્ટની જેમ કોવિડ મહામારીનો અંત લાવશે?


'મહારાષ્ટ્રમાં લોકડાઉન નહીં થાય'
મુંબઈની વાત કરીએ તો ત્યાં ઓમિક્રોન (Omicron) ના કેસોમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ મોટાભાગના દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈનમાં તેની સારવાર કરાવી રહ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું કહેવું છે કે હાલમાં રાજ્યમાં કોઈ લોકડાઉન લાગશે નહીં અને લોકોને તેનો ડર બતાવવો જોઈએ નહીં. જોકે, કોરોનાના વધતા જતા કેસોને જોતા જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેને વધુ કડક કરી શકાય છે.


વિશ્વભરમાં થઈ રહેલા અભ્યાસ મુજબ, ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટથી ગભરાવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોના મતે, આ પ્રકાર ડેલ્ટા જેટલું ઘાતક નથી, પરંતુ વિશ્વમાં કોરોનાને નાબૂદ કરવાનું પ્રથમ પગલું છે.


રોગચાળાના અંતની શરૂઆતનો પ્રથમ તબક્કો
વિશ્વભરના ઘણા વૈજ્ઞાનિકો ઓમિક્રોનને રોગચાળાના અંતની શરૂઆતના પ્રથમ તબક્કા તરીકે માની રહ્યા છે. નિષ્ણાતોના મતે, જ્યારે દેશમાં 60 થી 70% લોકોમાં ઇંફેક્શન અથવા રસી દ્રારા એન્ટિબોડીઝ આવી જાય છે, ત્યારે નવો mutated વાયરસ શરીર માટે પોતાને નબળા અને ઓછો ઘાતક બનવા લાગ્યો છે. જો કે, તે ઝડપથી ફેલાઈ રહ્યું છે જેથી તે વધુને વધુ માણસોના શરીરમાં પોતાનું ઘર બનાવી શકે.


એટલે કે, ઓમિક્રોન (Omicron) થી એટલી ગભરાવાની જરૂર નથી જેટલો ડર ડેલ્ટા વેરિઅન્ટથી હતો. તેમ છતાં, ઓમિક્રોન સામે રક્ષણ માટે સાવચેતી જરૂરી છે. બે ગજનું અંતર અને માસ્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube