ગુજરાત :ભારતમાં લોકસભા ચૂંટણી એક તહેવાર જેવી હોય છે. ચૂંટણીમાં ઉભો રહેનાર દરેક ઉમેદવાર મત માટે લોકોને રીઝવવાનો પ્રયાસ કરે છે. દેશના દરેક નાગરિક માટે વોટ આપવો બહુ જ મહત્વપૂર્ણ છે. વોટ આપવા માટે વ્યક્તિ પાસે વોટર આઈડી હોવુ જરૂરી છે. સાથે જ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં સામેલ હોવુ જરૂરી છે. વોટ આપવા માટે જે મશીનનો ઉપયોગ થાય છે, તેને ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) કહેવાય છે. આ મશીન પર જ ગણતરી કર્યા બાદ ઉમેદવારની હારજીત નક્કી થાય છે. ચૂંટણી આવતા જ ઈવીએમ ચર્ચામાં આવે છે. તેમાં ગરબડી, ખામીના પ્રશ્નો ઉદભવે છે. ત્યારે ઈવીએમ શું છે, તે કેવી રીતે કામ કરે છે, અને પહેલીવાર તેનો ઉપયોગ ક્યારે થયો હતો તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલી સવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, ગરમીનો પારો 4થી 6 ડિગ્રી ઘટતા લોકો ખુશ


EVMમાં બે ભાગ હોય છે. એકના માધ્યમથી વોટ નોંધાય છે, અને બીજાથી તેને નિયંત્રિત કરવામાં આવે છે. જેને કન્ટ્રોલ યુનિટ કહેવાય છે. નિયંત્રણ મશીન મતદાન અધિકારી પાસે હોય છે. તો મતદાનનું મશીન મતદાન રૂમની અંદર રાખવામાં આવે છે. EVMની વિશ્વસનીયતા કાયમ રાખવા માટે VVPAT એટલે કે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ (Voter Verifiable Paper Audit Trail) મશીનની મદદ લેવામાં આવે છે. VVPAT નો ઉપયોગ EVM પર ઉઠાવાયેલા સવાલો બાદ જ શરૂ થયું. 


150 કિલોનો મહાકાય મૃતદેહ નીચે ઉતારતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો, જુઓ સુરતની ઘટના

કેવી રીતે કામ કરે છે VVPAT મશીન
VVPAT એટલે કે વોટર વેરિફાએલબ પેપર ઓડિટ ટ્રેલ મશીનને ઈવીએમની સાથે જોડી દેવામા આવે છે. મતદાતા EVM પર પોતાના પસંદગીના ઉમેદવારના નામની સામેવાળા બ્લ્યૂ કલરના બટનને દબાવ્યા બાદ VVPAT પર વિઝ્યુઅલી સાત સેકન્ડ સુધી જોઈ શકાય છે કે તેણે વોટ કોને આપ્યો છે. એટલે કે તેનો વોટ તેના બટન દબાવ્યા અનુસાર પડ્યો છે કે નહિ. મતદાતા જે વિઝ્યુઅલને જુએ છે, તેની જ ચિઠ્ઠી બનીને એક સીલબંધ બોક્સમાં પડે છે, જે મતદાતાને આપવામાં નથી આવતી. આ ચિટ્ઠી પર એ ઉમેદવારનું નામ, ચૂંટણી ચિન્હ અને પાર્ટીનું નામ હોય છે, જેને મતદાતા ઈવીએમ પર વોટ આપે છે. આવામાં જો મતદાન કેન્દ્ર પર ઈવીએમની સાથે વીવીપેટ છે, તો તમે વોટ આપ્યા બાદ વીવીપેટ પર જોઈ શકાય છે.