વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ન્યાયાલયોનો શું છે ઈતિહાસ, જાણો કેવી રીતે કામ કરે છે કોર્ટ?
ભારતના અલગ અલગ રાજ્યોમાં હાઈકોર્ટ બનેલી છે જે દેશની શાસન વ્યવસ્તાને યોગ્ય રીતે ચલાવવામાં સહયોગી છે. ભારત એક પ્રજાતંત્ર દેશ છે જેના કારણે અહીં કાર્યપાલિકાનું હોવું ખૂબ જ જરૂરી છે. ભારતની ન્યાયપાલિકાનું સંગઠન ઈંગ્લેન્ડની ન્યાયપાલિકા અનુસાર કરવામાં આવ્યું છે. સાથે સાથે અન્ય દેશોની સારી વાતોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: આપણે જાણીએ છીએ કે કોઈપણ દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે ત્યાંની ન્યાયપાલિકાનો મહત્વનો ફાળો હોય છે. ન્યાયપાલિકાના સંગઠનથી જ દેશમાં સ્વતંત્રતાની ઓળખ થાય છે. ભારત એક પ્રજાતંત્રાત્મક દેશ છે અને એવામાં સ્વતંત્ર ન્યાયપાલિકા મુળ જરૂરિયાત છે. ભારતની ન્યાયપાલિકા ઉપરથી લઈને નીચે સુધી એકબીજા સાથે પૂર્ણત: સંબંધિત છે. તો આજે અમે તમને જણાવવા માંગીએ છીએ કે ભારતમાં કુલ કેટલા ન્યાયાલયો છે અને કેટલા પ્રકારના ન્યાયાલયો છે. કેવી રીતે એકબીજા સાથે ભારતની કોર્ટ જોડાયેલી છે?
ભારતના અલગ અલગ રાજ્યોમાં હાઈકોર્ટ બનેલી છે જે દેશની શાસન વ્યવસ્તાને યોગ્ય રીતે ચલાવવામાં સહયોગી છે. ભારત એક પ્રજાતંત્ર દેશ છે જેના કારણે અહીં કાર્યપાલિકાનું હોવું ખૂબ જ જરૂરી છે. ભારતની ન્યાયપાલિકાનું સંગઠન ઈંગ્લેન્ડની ન્યાયપાલિકા અનુસાર કરવામાં આવ્યું છે. સાથે સાથે અન્ય દેશોની સારી વાતોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
દેશનું સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ
ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય સર્વોચ્ચ ન્યાયિક પ્રક્રિયાનું નિકાય છે. સંવિધાન અંતર્ગત સુપ્રીમ કોર્ટ ભારત ગણરાજ્યની સર્વોચ્ચ કોર્ટ છે. આ સૌથી વરિષ્ઠ સંવૈધાનિક ન્યાયાલય છે અને સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક પુનરાવલોકનની શક્તિ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના પ્રમુખ હોય છે અને મુખ્ય ન્યાયાધીશ હોય છે, જેમાં વધુમાં વધુ 34 જજ હોય છે.
સુપ્રીમ કોર્ટની સ્થાપના
28 જાન્યુઆરી 1950, ભારત એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય બન્યાના બે દિવસ બાદ ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય અસ્તિત્વમાં આવ્યું. ઉદઘાટન સમારોહનું આયોજન સંસદ ભવનના નરેન્દ્રમંડળ ભવનમાં કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટ ભવનના મુખ્ય બ્લોકને ભારતની રાજધાની નવી દિલ્લીમાં તિલક રોડ સ્થિત 22 એકર જમીનના એક વર્ગાકાર ભૂખંડ પર બનાવવામાં આવ્યું છે.
ભારત દેશમાં છે કુલ 25 હાઈકોર્ટ
ભારતમાં કુલ 24 હાઈકોર્ટ હતી તથા જાન્યુઆરી 2019ના રોજ એક નવી હાઈકોર્ટની રચના થઈ જ્યાર બાદ દેશમાં 25 હાઈકોર્ટ બની ગયા. ભારતની સૌથી જૂની અને સૌથી પહેલી હાઈકોર્ટ 1862માં કોલકત્તામાં બની હતી. તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની અંતર્ગત આવે છે. ભારતના સંવિધાનની વાત કરીએ તો અનુચ્છેદ 214 અનુસાર દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ બનાવવાનું પ્રાવધાન છે. હાઈકોર્ટ રાજ્ય સ્તર પર સૌથી ઉચ્ચ ન્યાયાલય હોય છે.
હાઈકોર્ટ સ્થાપના અધિકાર ક્ષેત્ર મુખ્ય પીઠ
આંધ્રપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય 1 જાન્યુઆરી 2019 આંધ્રપ્રદેશ અમરાવતી જસ્ટિસ સિટી
ત્રિપુરા ઉચ્ચ ન્યાયાલય 26 માર્ચ 2013 ત્રિપુરા અગરતાલા
મણિપુર ઉચ્ચ ન્યાયાલય 25 માર્ચ 2013 મણિપુર ઈમ્ફાલ
મેઘાલય ઉચ્ચ ન્યાયાલય 23 માર્ચ 2013 મેઘાલય શિલોંગ
ઝારખંડ ઉચ્ચ ન્યાયાલય 15 નવેમ્બર 200 ઝારખંડ રાંચી
ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલય 9 નવેમ્બર 2000 ઉત્તરાખંડ નૈનિતાલ
છત્તીસગઢ ઉચ્ચ ન્યાયાલય 1 નવેમ્બર 2000 છત્તીસગઢ બિલાસપુર
સિક્કિમ ઉચ્ચ ન્યાયાલય 16 મે 1975 સિક્કિમ ગંગટોક
હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય 25 જાન્યુઆરી 1971 હિમાચલ પ્રદેશ શિમલા
દિલ્લી હાઈકોર્ટ 31 ઓક્ટોબર 1966 રાષ્ટ્રીય રાજધાની દિલ્લી નવી દિલ્લી
ગુજરાત હાઈકોર્ટ 1 મે 1960 ગુજરાત અમદાવાદ
કેરળ હાઈકોર્ટ 1 નવેમ્બર 1956 કેરળ, લક્ષદ્વીપ કોચ્ચી
તેલંગણા હાઈકોર્ટ 5 જૂલાઈ 1954 તેલંગણા હૈદરાબાદ
રાજસ્થાન હાઈકોર્ટ 21 જૂન 1949 રાજસ્થાન જોધપુર
ગુવાહાટી હાઈકોર્ટ 1 માર્ચ 1948 અરુણાચલ પ્રદેશ, આસામ, મિઝોરમ
નાગાલેન્ડ ગુવાહાટી
ઓડિશા હાઈકોર્ટ 3 એપ્રિલ 1948 ઓડિશા કટક
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ 15 ઓગસ્ટ 1947 ચંદીગઢ, હરિયાણા, પંજાબ ચંદીગઢ
મધ્ય પ્રદેશ હાઈકોર્ટ 2 જાન્યુઆરી 1936 મધ્ય પ્રદેશ જબલપુર
જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ 28 ઓગસ્ટ 1928 જમ્મુ કાશ્મીર, લદ્દાખ શ્રીનગર/જમ્મુ/લેહ
પટના હાઈકોર્ટ 2 સપ્ટેમ્બર 1916 બિહાર પટના
કર્ણાટક હાઈકોર્ટ 1881 કર્ણાટક બેંગ્લોર
અલ્હાબાદ હાઈકોર્ટ 11 જૂન 1866 ઉત્તર પ્રદેશ અલ્હાબાદ
કોલકત્તા હાઈકોર્ટ 2 જૂલાઈ 1862 અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહ
પશ્ચિમ બંગાળ કોલકત્તા
મુંબઈ હાઈકોર્ટ 14 ઓગસ્ટ 1862 ગોવા, દાદરા નગર હવેલી
દમણ અને દીવ, મહારાષ્ટ્ર મુંબઈ
ચેન્નાઈ હાઈકોર્ટ 5 ઓગસ્ટ 1862 પોંડીચેરી, તામિલનાડુ ચેન્નાઈ
આ તમામ ભારતના ન્યાયાલય છે અમે તમને હાઈકોર્ટ સાથે તેમની સ્થાપના ક્યારે થઈ તથા તેમના અધિકાર ક્ષેત્રઅને ખંડપીઠ વગેરે વિશે જાણકારી આપી. જેનાથી તમને સમગ્ર માહિતી મળી શકે અને તમને ભારતના તમામ હાઈકોર્ટ વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકે.
જિલ્લા અને ગૌણ ન્યાયાલય The District and Subordinate Judiciary
દેશમાં જિલ્લા સ્તર પર ન્યાય અપાવવા માટે જિલ્લા અને ગૌણ ન્યાયલયોની સ્થાપના કરવામાં આવી છે. જિલ્લા જજ તમામ સિવિલ મામલાઓ અને અપરાધિક કેસની સુનાવણી કરે છે. તમામ જિલ્લા અને ગૌણ ન્યાયાલય હાઈકોર્ટને આધિન હોય છે. નીચલી અદાલતોમાં સિવિલ મામલાઓને જોવા માટે આરોહી ક્રમમાં જૂનિયર સિવિલ જજ કોર્ટ, પ્રિન્સિપાલ જૂનિયર સિવિલ જજ કોર્ટ, વરિષ્ઠ સિવિલ જજ કોર્ટ જોવે છે.
ટ્રિબ્યૂનલ Tribunal
સામાન્ય રીતે ટ્રિબ્યૂનલ એક વ્યક્તિ અથવા તો સંસ્થાને કહેવામાં આવે છે, જેની પાસે ન્યાયિક કામ કરવાનો અધિકાર હોય. સુપ્રીમ કોર્ટ અનુસાર દેશમાં કુલ 19 ટ્રિબ્યૂનલ છે.