Ayodhiya Ram Mandir: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેને 13 દિવસનો સમય થયો છે. 23 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે મંદિર ખુલતા જ ભક્તોનું ઘોડાપુર પાવનનગરીમાં ઉમટી રહ્યું છે. એટલા ભક્તો પ્રભુ રામના દર્શન માટે ઉમટ્યા છે કે મંદિરની દાનપેટીઓ ઉભરાઈ ગઈ છે. દાન હજારો કે લાખોમાં નહીં પરંતુ કરોડમાં પહોંચી ગયું છે. ત્યારે જુઓ અયોધ્યામાં 13 દિવસમાં કેટલા ભક્તો ઉમટ્યા? કેટલું મળ્યું દાન?


  • 13 દિવસમાં અયોધ્યામાં ઉમટ્યું ઘોડાપુર

  • ભક્તોએ મંદિરની દાનપેટીઓ છલકાવી

  • રોજ 1 કરોડથી વધુનું મળી રહ્યું છે દાન

  • 13 દિવસમાં મળ્યું 13 કરોડથી વધુનું દાન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં ઉત્સાહ સમાતો નથી. સમગ્ર દેશના ભક્તો પ્રભુના દર્શન માટે ગાંડા-ઘેલા થઈ ગયા છે. 23 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે મંદિર ખોલાતા જ દેશભરના લાખો ભક્તો રામલલાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. દેશના દરેક ખૂણેથી ઉમટેલા ભક્તોની એક જ આશ છે કે રામલલાની દિવ્ય, ભવ્ય અને નવ્ય મનોહર મૂર્તિના દર્શન કરી જીવન ધન્ય બનાવી દઈએ....


ભક્તો રામલલાના દર્શનની સાથે મંદિરની દાનપેટીઓ પણ છલકાવી રહ્યા છે. અત્યાર સુધી 13 કરોડથી વધુનું દાન ટ્રસ્ટને મળ્યું છે. રોજનું લગભગ એક કરોડથી વધુનું દાન ભક્તો આપી રહ્યા છે. અત્યાર સુધી 30 લાખ જેટલા ભક્તોએ અયોધ્યામાં દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી છે. અને હજુ પણ ભક્તોનો ધસારો સતત ચાલુ જ છે. 


રામલલાના દર્શને આસ્થાનું ઘોડાપુર


  • 13 દિવસમાં 30 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન 

  • 13 દિવસમાં મળ્યું 13 કરોડથી વધુનું દાન

  • ભક્તોએ છલકાવી દાનની પેટીઓ

  • ઓનલાઈન પણ મળ્યું કરોડોનું દાન 

  • હજુ પણ દાન અને ભક્તોનો પ્રવાહ સતત ચાલુ 


દાનપેટીઓની સાથે જે લોકો અયોધ્યા પહોંચી શક્યા નથી તેઓ ઓનલાઈન પણ દાન કરી રહ્યા છે. મંદિરમાં અત્યાર સુધી 4 કરોડ રૂપિયા ઓનલાઈન મળ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે 3 કરોડ 17 રૂપિયા દાન આવ્યું હતું. રામ ભક્તોનો ઉત્સાહને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં દાનપેટીઓની સાથે 10 કોમ્પ્યુટર વાળા હાઈટેક ડોનેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેનું સંચાલન મંદિર ટ્રસ્ટના મોટા કર્મચારીઓ કરી રહ્યા છે. દાનપેટીઓમાં એટલું દાન આવી રહ્યું છે કે દાનપેટીઓમાંથી પૈસા ગણવા માટે ખાસ 14 સભ્યોની ટીમ બનાવવાની ફરજ પડી છે. જેમાં 11 બેંકના કર્મચારી છે. 


ભક્તોએ વહાવી દાનની સરવાણી


  • મંદિરમાં અત્યાર સુધી 4 કરોડ રૂપિયા ઓનલાઈન મળ્યા 

  • પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે 3.17 કરોડ રૂપિયા દાન આવ્યું હતું


મંદિર ટ્રસ્ટની ખાસ વ્યવસ્થા


  • 10 કોમ્પ્યુટર વાળા હાઈટેક ડોનેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા 

  • સંચાલન મંદિર ટ્રસ્ટના મોટા કર્મચારીઓ કરી રહ્યા છે

  • પૈસા ગણવા માટે 14 સભ્યોની ટીમ, જેમાં બેંકના 11 કર્મચારી


ભારતમાં એવા અનેક મંદિરો છે જ્યાં કરોડોનું દાન દરેક વર્ષે આવે છે. આ મંદિરોમાં તિરુપતિ બાલાજી મંદિર, પદ્મનાભ સ્વામી મંદિર, શિરડી સાઈબાબા મંદિર, વૈષ્ણો દેવી મંદિર અને મુંબઈના સિદ્ધી વિનાયક મંદિરનો સમાવેશ થાય છે. પરંતુ જે રીતે અયોધ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે તે જોતા એવું કહી શકાય કે આ તમામ મંદિરનો રેકોર્ડ અયોધ્યાનું રામ મંદિર તોડી નાંખશે. દાન અને દર્શનાર્થીઓમાં રામ મંદિર દેશમાં પહેલા નંબરે આવી જશે. અયોધ્યામાં ભક્તો દાનપેટીમાં દાન કરી રહ્યા છે તેની સાથે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જે દાન આપ્યું તેનો આંકડો જોડી દેવામાં આવે તો અત્યારથી જ રામ મંદિર પહેલા નંબરે પહોંચી જાય તેમ છે. 


કયા મંદિરોમાં આવે છે સૌથી વધુ દાન?


  • તિરુપતિ બાલાજી મંદિર, પદ્મનાભ સ્વામી મંદિર

  • શિરડી સાઈબાબા મંદિર, વૈષ્ણો દેવી મંદિર

  • મુંબઈનું સિદ્ધી વિનાયક મંદિર


દેશનો દરેક વ્યક્તિ હાલ અયોધ્યા પહોંચી પ્રભુના દર્શન કરવા ઈચ્છુક છે. ટુર ઓપરેટર પણ અયોધ્યા જવાનું મોટા પ્રમાણમાં આયોજન કરતા જોવા મળી રહ્યા છે. રામ મંદિર બનતાની સાથે જ અયોધ્યાની તસ્વીર જ બદલાઈ ગઈ છે. ચારે બાજુ જય શ્રી રામના જયઘોષની સાથે રોજગારના પણ નવા અસવર ખુલી ગયા છે.