નવી દિલ્હીઃ શારીરિક અને માનસિક આરોગ્યને હેલ્ધી રાખવા માટે ફિઝિકલ રિલેશનશીપ ઘણી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, તેને કેટલી વખત બાંધવો શરીર માટે નોર્મલ હોય છે તેના કોઈ નિયમ-કાયદા નથી. આ વિષય પર જ તાજેતરમાં થયેલા એક સર્વેમાં ઉંમરના હિસાબે તેની ફ્રીકવન્સની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં આવેલા આંકડા અત્યંત ચોંકાવનારા છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, વયના હિસાબે કેટલી વખત શારીરિક સંબંધ સ્થાપવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિન્ઝી ઈન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઈન સેક્સ, રીપ્રોક્શન એન્ડ જેન્ડરના એક સંશોધન પ્રમાણે એક વર્ષમાં 18 થી 29 વયજૂથ સુધીના લોકો સરેરાશ 112 વખત શારીરિક સંબંધ સ્થાપે છે. 30થી 39 વયજૂથના લોકો એક વર્ષમાં સરેરાશ 86 વખત સંબંધ સ્થાપે છે. 40થી 49 વયજૂથના લોકોમાં આ આંકડો 69નો આવ્યો છે. 


સર્વેમાં તેના કરતાં પણ વધારે ચોંકાવનારી બાબત એ રહી કે 13થી વધુ યુગલ એવા હતા, જેમને લગ્નના એક વર્ષ બાદ જ તેમાં રસ ઘટી ગયો હતો. આ રિપોર્ટ અનુસાર 45 ટકા એવા છે જે મહિનામાં માત્ર એક જ વખત શારીરિક સંબંધ સ્થાપે છે. લગ્ન બાદ ફિઝિકલ રિલેશનની ફ્રિકવન્સી ઘટી જવાનું કારણ જવાબદારીઓમાં વધારો, કામકાજનું શિડ્યુલ અને શિફ્ટમાં કામ કરવાનું પણ હોઈ શકે છે. 


એક્સપર્ટ્સ એવું પણ જણાવે છે કે, 34 ટકા લોકોએ એક અઠવાડિયામાં બે થી ત્રણ વખત શારીરિક સંબંધ સ્થાપવાની વાતને સ્વીકારી છે. 7 ટકા લોકો એવા હતા જે એક અઠવાડિયામાં ચારથી પાંચ વખત રિલેશન બનાવતા હતા. 


આ સર્વેમાં આપવામાં આવેલા આંકડા સાથે તમારી લાઈફની સરખામણી કરતાં પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખશો કે, અહીં ફિઝિકલ રિલેશનનો અર્થ થાય છે તમારા સાથીદાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો. ફિઝિકલ રિલેશનની ફ્રિકવન્સી કેટલી છે તેની સાથે તમારા આનંદને કોઈ લેવા-દેવા નથી.