પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલને દેશમાં સૌથી વધારે પગાર અને ભથ્થા મળશે
નાણામંત્રી અરૂણ જેટલીએ 1 માર્ચે સામાન્ય બજેટ રજુ કરતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોનાં પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રાજ્યપાલને આપેલા ભથ્થા અંગે નવા દિશા-નિર્દેશ ઇશ્યું કર્યો છે જેમાં વ્યય, અતિથિ સત્કાર, મનોરંજન ભથ્થાનો સમાવેશ થાય છે. આશરે ચાર મહિના પહેલા રાજ્યોનો પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યપાલને 3.5 લાખ રૂપિયાનું માસિક વેતન મળે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ 1 માર્ચે સામાન્ય બજેટ રજુ કરતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોનાં વેતનમાં વૃદ્ધી કરવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ પ્રત્યેક મહિને પાંચ લાખ રૂપિયા, ઉપરાષ્ટ્રપતિને ચાર લાખ રૂપિયા અને રાજ્યપાલોને 3.5 લાખ રૂપિયા પ્રતિમાસ પગાર તરીકે મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયની તરફથી અપાયેલા માહિતી અનુસાર તમામ રાજ્યપાલોમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલને 1.81 કરોડ રૂપિયાની સૌથી વધાર રકમ, યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાનાં ભથ્થા તરીકે આપવામાં આવશે. પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ સામોસામાનનાં નવીનીકરણ માટે 80 લાખ રૂપિયાનાં ભથ્થાનાં અધિકારી રહેશે અને તેમને કોલકાતા દાર્જિલિંગમાં આવેલ બે રાજભવનોની જાળવણી માટે 72 લાખ રૂપિયા ભથ્થા સ્વરૂપે મળશે.
તમિલનાડુનાં રાજ્યપાલને યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાનાં ભથ્થા તરીકે 1.66 કરોડ રૂપિયા આપવામાં આવશે ઉપરાંત સામાનનાં નવીકરણ માટે 7.50 લાખ રૂપિયાનાં ભથ્થાનાં અધિકારી હશે અને તેને ચેન્નાઇ તથા ઉટીમાં આવેલ બે રાજભવનોની જાળવણી સંબંધિત જાળવણી માટે 6.5 કરોડ રૂપિયા મળશે. રાજ્યપાલોનાં પગાર અને ભથ્થાની ચુકવણી સંબંધિત રાજ્ય સરકાર કરે છે.
બિહારની રાજ્યપાલને યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાનાં ભથ્થા સ્વરૂપે 1.62 કરોડ રૂપિયા આપવામાં આવશે. તે સામાનનાં નવીનીકરણ માટે 62 લાખ રૂપિયાનાં ભથ્થાનાં હકદાર હશે. તેને પટના ખાતે રાજભવનની જાળવણી માટે ભથ્થા સ્વરૂપે 80.2 લાખ રૂપિયા મળશે.
મહારાષ્ટ્રનાં રાજ્યપાલને યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાનાં ભથ્થા તરીકે 1.14 કરોડ રૂપિયા મળશે જ્યારે તેને સામાનનાં નવીનીકરણ માટે 26.7 લાખ રૂપિયા અપાશે. બીજી તરફ મુંબઇ, પુણે અને નાગપુરમાં આવેલ ત્રણ રાજ ભવનોની જાળવણી માટે 1.8 કરોડ રૂપિયાનું ભથ્થુ મળશે.
કર્ણાટકનાં રાજ્યપાલને યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાના ભથ્થા સ્વરૂપે 1.05 કરોડ રૂપિયા મળશે, તો રાજસ્થાનનાં રાજ્યપાલ યાત્રા અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચા માટે 93 લાખ રૂપિયા ભથ્થાનાં અધિકારી હશે.
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલને યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાનાં ભથ્થા સ્વરૂપે 66 લાખ રૂપિયા આપવામાં આવશે
ગુજરાતનાં રાજ્યપાલને 55 લાખ રૂપિયા, યાત્રા અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાનાં ભથ્થા સ્વરૂપે આપવામાં આવશે.
હરિયાણાનાં રાજ્યપાલ યાત્રા, અતિથિ સત્કાર મનોરંજન અને અન્ય ખર્ચા માટે 54.5 લાખ રૂપિયાનાં ભથ્થાનાં અધિકારી હશે.
અરૂણાચલપ્રદેશનાં રાજ્યપાલને યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચા માટે 54 લાખ રૂપિયાનું ભથ્થુ મળશે
આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ યાત્રા, અતિથિ સત્કાર, મનોરંજન અને અન્ય ખર્ચાઓ માટે 53 લાખરૂપિયાનાં ભથ્થું મળવાપાત્ર થશે.
મધ્યપ્રદેશનાં રાજ્યપાલને યાત્રા, અતિથિ સત્કાર મનોરંજન અને અન્ય ખર્ચાનાં ભથ્થા તરીકે 48.43 લાખ રૂપિયા મળશે. રાજ્યપાલનાં ભથ્થામાં ચાર વર્ષ બાદ પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. રાજ્યપાલને પગારને ચાર મહિના પહેલા વધારીને 3.5 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું હતું.