એક બાળકની કિંમત 5 લાખ, માસૂમોની સોદેબાજી કરતી ગેંગનો પર્દાફાશ, સકંજામાં 5 મહિલા સહિત 7 આરોપી
સીબીઆઈએ દિલ્હીના ઘણા વિસ્તારમાં દરોડા પાડી ત્રણ નવજાત બાળકોને બચાવ્યા છે. આ તપાસનો રેલો ઘણા રાજ્યો સુધી પહોંચ્યો છે.
નવી દિલ્હીઃ દેશભરમાં બાળકો ગૂમ થવાની ફરિયાદો ઉઠતી હોય છે.. ક્યારેક નસીબદાર પરિવારને બાળક પરત પણ મળી જાય છે, તો કેટલાક કમનસીબ પરિવાર પોતાના બાળકને ફરી જોઈ પણ નથી શકતા.. તેવા સમયે દિલ્લીમાં CBIની ટીમે એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેઓ બાળક ચોરી કરીને કે પછી ખરીદીને અન્ય લોકોને લાખો રૂપિયામાં વેચતા હતા... તે પણ 24 કલાકમાં બાળક આપવાની ગેરન્ટી સાથે... જોકે સીબીઆઈએ આ ગેંગને ખુલ્લી પાડીને કર્યા છે મોટા ખુલાસા. જેને સાંભળી સૌકોઈ ચોંકી ઉઠે...
દેશની રાજધાની દિલ્લીમાં CBIએ એક મોટા ઓપરેશનને પાર પાડતા નવજાત બાળકોની સોદેબાજી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. CBIએ ચાઈલ્ડ ટ્રાફિકિંગ કેસમાં દિલ્લી અને હરિયાણાની અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમા દિલ્લીના કેશવપુરમાંથી 3 બાળકોનું રેસ્ક્યું પણ કર્યું.... પોલીસે હાલ તો આ રેકેટમાં જોડાયેલા કુલ 7 લોકોની ધરપકડ કરી લીધી છે.. જેમા 5 મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે.. આ આરોપીઓમાં એક વ્યક્તિ હોસ્પિટલનો વોર્ડબોય પણ છે... ત્યારે એવી પણ શંકા છે કે આ ગેંગ હોસ્પિટલમાંથી પણ બાળકોની ચોરીને અંજામ આપતી હોઈ શકે.. પોલીસે કેશવપુરમમાં રેડ દરમિયાન 5.5 લાખની રોકડ સહિત કેટલોક આપત્તિજનક સામાન પણ જપ્ત કર્યો છે... સાથે જ કુલ 10 લોકો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
CBIની પ્રાથમિક તપાસમાં સોદેબાજીના આ નેટવર્કના કેટલાક મહત્વના ખુલાસા પણ થયા છે. જે મુજબ આ ગેંગ ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી નિઃસંતાન દંપત્તિઓનો સંપર્ક કરતા હતા, જેઓ બાળકને દત્તક લેવા માગતા હોય.. આ ગેંગ કથિત રીતે વાસ્તવિક માતા-પિતાની સાથે સાથે સરોગેટ માતાઓ પાસેથી પણ બાળકોની ખરીદી કરતી હતી.. વળી બીજી તરફ નિઃસંતાન દંપત્તિને 24 કલાકમાં બાળક સોંપવાની બાંહેધરી આપતી... તેઓ એક બાળક દિઠ 4થી 6 લાખ રૂપિયા પડાવતા હતા.
આ પણ વાંચોઃ ભીંડો, વટાણા, રોબોટ, ગરણી, ઘોડિયું.. વિચિત્ર પ્રતીકો પર ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવાર
CBIએ દરોડા દરમિયાન ત્રણ બાળકોનું રેસ્ક્યું કર્યું, તેમા બે બાળકો તો માંડ 15 દિવસના હતા. તો એક બાળક માત્ર 36 દિવસનું હતું... જોકે હવે CBIની ટીમ અને પોલીસ આ બાળકોની જાણકારી એકત્ર કરી રહી છે.. આ બાળકોનું ક્યાંથી અને કઈ રીતે અપહરણ થયું તેની પણ તપાસ ચાલી રહી છે. વળી તેમણે જેમની પાસેથી બાળક ખરીદ્યા હોય અને જેમને વેચ્યા હોય તેવા લોકોની પણ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, તાજેતરમાં દિલ્લીની કેટલીક હોસ્પિટલમાંથી બાળકો ગૂમ થવાની ફરિયાદ ઉઠી હતી.. જેની તપાસ હાથમાં લેતા CBIને બાળકોના ખરીદ વેચાણની માહિતી હાથ લાગી... આ બંનેના તાર ભેગા કરતા અલગ અલગ જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા...
દેશભરમાં બાળક ચોરીની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે, જોકે તેની આંકડાકીય માહિતી પર નજર કરીશું તો તે ડરાવી દેશે.. NCRBના ડેટા પ્રમાણે, 2017માં 63 હજાર 339 બાળકોની ચોરી થઈ હતી... 2018માં 67 હજાર 134 બાળકો ગાયબ થયા.. તો 2019માં 73 હજાર 139 બાળકો ગૂમ થયા.. જ્યારે કે 2020માં 59 હજાર 262 અને 2021માં 77 હજાર 535 બાળકોના ગૂમ થવાની ફરિયાદ નોંધાઈ... આંકડાઓ પ્રમાણે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, દિલ્લી અને રાજસ્થાનમાં બાળકો ગુમ થવાના સૌથી વધુ કેસ નોંધાય છે.. કુલ કેસોના 50 ટકા માત્ર આ પાંચ રાજ્યોમાં નોંધાય છે.. જોકે પોલીસને ઘણા કેસોમાં સફળતા પણ મળે છે.. પરંતુ બાળકો ગુમ થવાનો આ સિલસિલો બંધ નથી થતો.. જે વાલીઓને સતત ચિંતિત કરે છે.