How Chinese Food is Made: આજની યુવા પેઢી Chinese Foodની ક્રેઝી છે. તમને મોટે ભાગે યુવાનો રસ્તાની બાજુના સ્ટોલ પર Chinese Foodની મજા લેતા જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે આ નૂડલ્સ કેવી રીતે બને છે? હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે નૂડલ્સ ખાવાનું બંધ કરી શકો છો. આ વીડિયો PFC ક્લબના સ્થાપક ચિરાગ બડજાત્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર શેર કર્યો છે. આ VIDEOમાં જોઈ શકાય છે કે નૂડલ્સ ખૂબ જ ગંદી સ્થિતિમાં બનાવવામાં આવે છે. આ વીડિયોને બે લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં શું છે
એવું લાગી રહ્યું છે કે આ વીડિયો એક નાની નૂડલ ફેક્ટરીમાં શૂટ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ મજૂરોને નૂડલ્સ તૈયાર કરતા દર્શાવવામાં આવ્યા છે. આ લોકો લોટ બાંધવા માટે તેને મિક્સરમાં નાખે છે. આ પછી તેને રોલિંગ મશીન દ્વારા પાતળા થ્રેડોમાં કાપવામાં આવે છે. આ દરમિયાન કોઈ મજૂર દ્વારા ન તો સ્વચ્છતાનું ધ્યાન રખાય છે અને ન તો હાથમાં મજૂરોએ મોજા પહેર્યા છે. ઉકાળ્યા પછી નૂડલ્સને જમીન પર ફેંકી દેવામાં આવે છે. જ્યાં સુધી તેઓ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક ન થાય ત્યાં સુધી તેઓ આ રીતે જ રહે છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- તમે છેલ્લી વખત ક્યારે રસ્તાના કિનારે શેઝવાન સોસ સાથે ચાઈનીઝ હક્કા નૂડલ્સ ખાધા હતા?


આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન


FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ

આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube