નવી દિલ્હીઃ પંજાબના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંઘ સિદ્ધુની રેલી દરમિયાન પાકિસ્તાન તરફી નારા લગાવાયા હતા અને પાકિસ્તાની મીડિયાને ભારત વિરોધી ઝેર ઓકવામાં જાણે કે ખોરાક મળી હયો હતો. ઝી ન્યૂઝ દ્વારા જ્યારે અલવરની રેલીમાં લગાવાયેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા સમાચાર ચલાવાયા, તેના થોડા સમય બાદ તરત જ પાકિસ્તાની સમાચાર ચેનલો દ્વારા તેનું પ્રસારણ કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોનું પ્રસારણ કરવાની સાથે જ પાકિસ્તાનની સમાચાર ચેનલોએ એવો દાવો કર્યો હતો કે, ભારતમાં જે રીતે પાકિસ્તાન તરફી નારા લાગી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે ભારતના લોકો પડોશી દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાનની ન્યૂઝ એન્કર્સ અને પત્રકારોએ વધુમાં દાવો કર્યો કે, બે પડોશી દેશો વચ્ચે સુમધુર સંબંધો રહે તેની તરફેણમાં ભારત સરકાર અને તેનો એક મીડિયા વર્ગ નથી. 


આ પણ વાંચો : વીડિયો સાથે છેડછાડ મામલે કોંગ્રેસની બોલતી બંધ


જોકે, સુધીર ચૌધરીએ સુરજેવાલાના તમામ આરોપોને ખોટા ઠેરવ્યા અને એ સાબિત કર્યું કે કોંગ્રેસના નેતા દ્વારા જે વીડિયો પોસ્ટ કરાયો છે તે બહુ જ સાવચેતીપૂર્વક એડિટ કરવામાં આવ્યો છે. જેમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગી ગયા બાદની રેલી દર્શાવાઈ છે.