કઈ રીતે ક્રાઇમ રિપોર્ટરથી શિવસેનાના મોટા નેતા બન્યા સંજય રાઉત, બાલાસાહેબે આપી હતી નોકરી
સંજય રાઉત પહેલા એક મરાઠી અખબારમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્ય કરતા હતા. પત્રકારિતામાં તેમની સારી ઓળખ હતી. ત્યારબાદ બાલાસાહેબ ઠાકરેએ તેમને સામનામાં કાર્યકારી એડિટર બનાવ્યા હતા.
મુંબઈઃ પાત્રા ચાલ મામલામાં ઈડી શિવસેના નેતા સંજય રાઉત પર શિકંજો કસી રહી છે. તો સંજય રાઉત કહી રહ્યાં છે કે તે ઝુકશે નહીં અને લડાઈ જારી રહેશે. સંજય રાઉતનું ઉદ્ધવ ઠાકરે જૂથમાં મહત્વનું સ્થાન છે. ભાજપ પર હુમલો કરવામાં તે પાર્ટીમાં સૌથી આગળ રહે છે. શિવસેનાના નેતા તરીકે તેમની લોકપ્રિયતા પણ ખુબ છે. આખરે પત્રકારિતાથી કરિયરની શરૂઆત કરનાર વ્યક્તિ રાજનીતિમાં આટલી ઉંચાઈએ કઈ રીતે પહોંચ્યા. આવો જાણીએ સંજય રાઉતના રાજકીય સફરની કહાની...
80ના દાયકામાં ક્રાઇમ રિપોર્ટર હતા સંજય રાઉત
સંજય રાઉતનો જન્મ 15 ઓક્ટોબર 1961મા થયો હતો. તે સોમવંશી ક્ષત્રિય પઠારે સમુદાયથી આવે છે. મુંબઈની કોલેજથી બી.કોમ કર્યા બાદ તે પત્રકારિતાના ક્ષેત્રમાં આવી ગયા. તે એક મરાઠી અખબારમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કરતા હતા. તેમના અંડરવર્લ્ડમાં સારા સૂત્ર હતા અને ક્રાઇમ રિપોર્ટર તરીકે સારી ઓળખ હતી. પત્રકારિતા દરમિયાન તે રાજઠાકરેના સંપર્કમાં આવ્યા અને તેની સારી મિત્રતા થઈ. તે સમયે રાજ ઠાકરે શિવસેનામાં મોટા નેતા હતા.
બાલાસાહેબે આપી નોકરી
સંજય રાઉત ક્રાઇમ રિપોર્ટર તરીકે સારૂ કામ કરી રહ્યા હતા. આ વચ્ચે શિવસેનાના મરાઠી મુખપત્ર સામનામાં વેકેન્સી આવી. વેકેન્સી પણ હતી, કાર્યકારી એડિટરની. બાલાસાહેબે આ પદ માટે સંજય રાઉતની પસંદગી કરી. ત્યારબાદ સંજય રાઉત સામનાનો કાર્યભાર જોવા લાગ્યા. તે સંપાદીયક લખવા માટે જાણીતા હતા. બાલાસાહેબને તેમનું લેખન ખુબ પસંદ આવ્યા. ત્યારબાદ સામનાનું હિન્દી એડિશન પણ શરૂ થયું. સંજય રાઉતની તેમાં મોટી ભૂમિકા હતી. જલદી જ બાલાસાહેબના વિચાર અને સંજય રાઉતના લેખનનો તાલમેલ એટલો સારૂ થઈ ગયો કે તે જે લખતા હતા, તેને બાલાસાહેબના વિચાર માનવામાં આવતા હતા.
આ પણ વાંચોઃ Patra Chawl Scam: શિવસેના નેતા સંજય રાઉડને ઈડીએ કસ્ટડીમાં લીધા, સમર્થકોનો હંગામો
રાજ ઠાકરેથી બનાવ્યું અંતર
ઠાકરે પરિવારમાં જ્યારે ફબટ પડી તો સંજય રાઉતે રાજ ઠાકરેનો સાથ છોડી દીધો અને ઉદ્ધવ ઠાકરેનો સાથ આપ્યો. તે મુખપત્ર સામનામાં પણ રાજ ઠાકરે પર હુમલો કરતા રહ્યા. 2004માં શિવસેનાએ તેમને પ્રથમવાર રાજ્યસભા મોકલ્યા. ત્યારબાદથી તે ઉપલા ગૃહમાં શિવસેનાના અવાજના રૂપમાં જાણીતા છે.
મહાવિકાસ અઘાડી સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા
શિવસેના અને ભાજપને અલગ કરી મહાવિકાસ અઘાડી સરકાર બનાવવામાં પણ સંજય રાઉતની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. ચૂંટણી પરિણામ બાદ સૌથી પહેલા તેમણે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ભાજપની સામે મુખ્યમંત્રી પદની શરત રાખી અને ત્યારબાદ ગઠબંધન તૂટવાનો સિલસિલો શરૂ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube