જે લાખો લોકોના જીવ બચાવે છે તે સીટ બેલ્ટની ભૂલથી થઇ હતી શોધ, જાણો રસપ્રદ વાત
1855 બાદ પ્લેનમાં ટૂ પોઈન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ શરૂ થયો હતો. પ્લેનમાં ઉંચાઈ દરમિયાન હાલમાં પણ મુસાફરો માટે લેપ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં ચાલકની સીટ પર બેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ 1922માં કરાયો હતો.
કાર ડ્રાઈવ કરતા સમયે ઘણા લોકો વિચારતા હોય છે કે, સેફ્ટી માટે પહેરવામાં આવતા સીટ બેલ્ટનો આવિષ્કાર ક્યારે અને કઈ રીતે થયો. તમને પણ ક્યારેક આ સવાલ થયો હશે. ત્યારે આવે આજે અમે તમને જણાવીએ કે, સીટ બેલ્ટનો આવિષ્કાર ક્યારે અને કઈ રીતે થયો હતો.
વાહનોમાં સુરક્ષા માટે સીટ બેલ્ટ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયુ છે. NHTSAના 2017ના આંકડા મુજબ મોટર વાહન દુર્ઘટનાઓમાં સીટ બેલ્ટના કારણે 47 ટકા લોકોનો જીવ બચી શક્યો છે. જો ડ્રાઈવર અને મુસાફરે સીટ બેલ્ટ પહેર્યો તો અકસ્માતમાં બચી શકાય છે. સીટ બેલ્ટના જીવન રક્ષક આવિષ્કાર વિશે તમે પણ વિચારતા હશો કે, સીટ બેલ્ટનો ઉપયોગ સૌથી પહેલા કઈ કારમાં થયો હશે, અને હવે અમે તમને તમારા આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
Car Buying Tips: 1 લાખથી ઓછો છે પગાર, તો નવી કાર ખરીદવી કે જૂની? સમજો ગણિત
19મી શતાબ્દીમાં પ્રથમ વખત થયો ઉપયોગ
Slash Gearના રિપોર્ટ મુજબ, સીટ બેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ 19મી શતાબ્દીમાં મધ્યમાં થયો હતો. એન્જિનિયર અને પાયલટ સર જોર્જ કેલીને સીટ બેલ્ટના આવિષ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ગ્લાઈડરોમાં પાઈલટ સુરક્ષિત રહી શકે તે માટે રેલીએ સીટ બેલ્ટનો આવિષ્કાર કર્યો હતો. ત્યાર બાદ 1849માં એક કારમાં સેફ્ટી હોર્નેસ અથવા બેલ્ટનો ઉપયોગ કરાયો હતો, પરંતુ તેનો હાલમાં કોઈ પુરાવો નથી.
1855માં પ્રથમ વખત પેટેન્ટ થયું
સીટ બેલ્ટ માટે સૌપ્રથમ 1855માં અમેરિકાના એડવર્ડ જે ક્લૈઘોર્ને પટન્ટ કરાવ્યું હતુ. ક્લૈગોર્નના આવિષ્કારને વિશેષ રુપથી ન્યૂયોર્કની ટેક્સીમાં યાત્રીકોની સુરક્ષા માટે કરાતો હતો. જોકે તે સમયે હાલના સીટ બેલ્ટની જેમ ન હતુ. ત્યારે આ બેલ્ટને મજાક-મજાકમાં ઉપયોગમાં લેવાયો હતો. આ સીટ બેલ્ટની શરૂઆત કોંટરાપશન હુકની સાથે કરાઈ હતી.
Kiss કરતી વખતે કેમ આંખો બંધ કરી લે છે છોકરીઓ? તમને પણ જવાબ જાણવામાં પડશે રસ
1855 બાદ પ્લેનમાં ટૂ પોઈન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ શરૂ થયો હતો. પ્લેનમાં ઉંચાઈ દરમિયાન હાલમાં પણ મુસાફરો માટે લેપ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં ચાલકની સીટ પર બેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ 1922માં કરાયો હતો. પ્રસિદ્ધ ઈન્ડિયાનાપોલીસ 500 રેસર, બાર્ની ઓલ્ડફિલ્ડે પેરાશૂટ કંપનીએ પોતાની કારમાં સીટ બેલ્ટ આપવા માટે કહ્યું હતું. ઈરવિન એર ચ્યૂટ કંપનીને પ્રથમ પેરાશૂટનો ઉપયોગ કરનારી પ્રથમ ફ્રી કોલ જંપ પૂર્ણ કરવાનો ખિતાબ મેળવ્યો છે. 1954 સુધી સ્પોર્ટ્સ કાર ક્લબ ઓફ અમેરિકાએ રેસિંગ ઈવેન્ટમાં સીટ બેલ્ટને ફરજિયાત જાહેર કર્યો હતો.
નૈશ કંપનીએ 1949માં કારમાં આપી સુવિધા
1949માં વૈકલ્પિક સુવિધા માટે સીટ બેલ્ટને રજૂ કરનારી અમેરિકાની પ્રથમ નૈશ કંપની હતી. જોકે શરૂઆતમાં નૈશના માત્ર કેટલાક હજાર જ ખરીદદાર હતા. વર્ષ 1955માં ફોર્ડ કંપનીએ વૈકલ્પિક સીટ બેલ્ટની શરૂઆત કરી હતી, પરંતુ નૈશની જેમ જ ફોર્ડને પણ ગણતરીના જ ખરીદદાર મળ્યા હતા. વર્ષ 1955માં જ રોજર ડબલ્યૂ ગ્રીસ બોલ્ડ અને હ્યૂગ ડેહેને એક થ્રી પોઈન્ટ સીટ બેલ્ટનું પેટન્ટ કરાવ્યું હતું.
1958થી આધુનિક સીટ બેલ્ટનો ઉપયોગ
આજે કારમાં જે થ્રી પોઈન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે તે પ્રથમ વખત વર્ષ 1958માં વોલ્વો ડિઝાઈનર નિલ્સ બોહલિને રજૂ કરી હતી. વોલ્વોના તત્કાલિન CEOના પરિવારજનની રોડ અકસ્માતમાં મૃત્યુ થતા, વોલ્વો કારમાં સીટ બેલ્ટ ફરજિયાત કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube