Become a Lieutenant in Indian Army: ભારતીય સેના દુનિયાની બીજી સૌથી મોટી અને ચોથી સૌથી મજબૂત તેમજ શક્તિશાળી સેના છે. ભારતીય સેનામાં નોકરી કરવી અને સેનામાં ભરતી થવું એક પ્રતિષ્ઠાનો વિષય માનવામાં આવે છે. ભારતીય સેનામાં કામ કરવું ના માત્ર ગર્વની વાત માનવામાં આવે છે પરંતુ યુવાનો આ દેશની સેવામાં જોડાવવા પણ માંગે છે. જોકે, ભારતીય સેના માટે કામ કરતા અધિકારીઓને કમિશન અને બીન કમિશન અધિકારીઓમાં વિભાજિત કરવામાં આવે છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ અધિકારી કમિશનની શ્રેણીમાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નક્કી સમયમર્યાદામાં પગાર વધારો અને પ્રમોશન પણ
એક લેફ્ટનન્ટ ભારતીય સેનામાં સૌથી ઓછી રેન્કવાળા અથવા તો શરૂઆતી રેન્કવાળા અધિકારી ગણવામાં આવે છે. એક લેફ્ટનન્ટ 40 થી 60 ગૌણ અથવા સૈનિકોની એક યુનિટના પ્રભારી હોય છે. જેઓ સીધા તેમને રિપોર્ટ કરે છે. આ સાથે જે લોકો લેફ્ટનન્ટ તરીકે કામ કરે છે, તેમને ના માત્ર સારો પગાર આ સાથે સ્વાસ્થ્ય વીમો, આવાસ, પરિવહન છૂટ, પીએફ અને અન્ય ઘણા આકર્ષક ભથ્થાં આપવામાં આવે છે. આ ઉપરાંત નક્કી સમયમર્યાદામાં પગાર વધારો અને પ્રમોશન પણ મળે છે. તો આવો જાણીએ ભારતીય સેનામાં કેવી રીતે બની શકાય છે લેફ્ટનન્ટ અધિકારી અને શું હોય છે પગાર, રેન્ક અને પ્રમોશન પ્રક્રિયા.


આ પણ વાંચો:- સિદ્ધાર્થ શુક્લાની ડેથ એનિવર્સરી પર સોશિયલ મીડિયામાં પૂર, હેટર્સે પણ કરી આવી કોમેન્ટ્સ


ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બનવાની પાંચ રીત
ભારતીય યુવાનો ધોરણ 10+2 અને સ્નાતક બાદ નીચે જણાવેલી પાંચ રીતથી ભારતીય સેનામાં ભરતી થઈ શકે છે અને લેફ્ટનન્ટ રીતે શરૂઆતી એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે.


  1. UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની એનડીએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી અને તેમાં ક્વોલિફાય થઈ સેનામાં સામેલ થઈ અને તાલીમ મેળવી શકે છે.

  2. એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે વિશ્વવિદ્યાલય પ્રવેશ યોજના એટલે કે યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ હેઠળ સેનામં ભરતી થવાની તક મળેવી શકે છે.

  3. લેફ્ટનન્ટ બનાવા માટે યુવાનો સ્નાતકના છેલ્લા વર્ષ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની UPSC CDS પરીક્ષામાં સામેલ થઈ અને પરીક્ષામાં ક્વોલીફાય કરી તાલીમ મેળવી શકે છે.

  4. 10+2 દરમિયાન સાયન્સ બેકગ્રાઉન્ડથી જોડાયેલા ઉમેદવાર ઇન્ડિયન આર્મી TGC એટલે કે ટેક્નીકલ ગ્રેજ્યુએટ કોર્સ પુરો કરીને પણ લેફ્ટનન્ટ તરીકે નોકરી મેળવી શકે છે.

  5. આ ઉપરાંત ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે સામેલ થવા માટે તકનીકી પ્રવેશ યોજના પણ એક માર્ગ છે.


આ પણ વાંચો:- શર્ટલેસ થયા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, બીચ પર મોજ મસ્તીનો વીડિયો વાયરલ


ઇન્ડિયન આર્મીમાં રેન્ક અને પ્રમોશન માપદંડ
ભારતીય સેનામાં કમિશન મળ્યા બાદ લેફ્ટનેન્ટ તરીકે સામેલ થતા ઉમેદવાર બે વર્ષની સેવા બાદ કેપ્ટનના પદ પર બઢતી મેળવી શકે છે. ત્યારબાદ આગામી 6 વર્ષ પૂરા કર્યા બાદ તેઓ મેજરની રેન્ક પર બઢતી મેળવી શકે છે. ત્યારબાદ સમય-સમય પર નિશ્ચિત રેન્ક ક્રમમાં બઢતી મેળવી શકે છે.


લેફ્ટનન્ટ: કમિશન પર
કેપ્ટન: 02 વર્ષ પૂરા કર્યા બાદ
મેજર: 06 વર્ષ પૂરા કર્યા બાદ
લેફ્ટનન્ટ કર્નલ: 13 વર્ષ પૂરા કર્યા બાદ
કર્નલ (ટીએસ): 26 વર્ષ પૂરા કર્યા બાદ
કર્નલ: માત્ર આવશ્યક સેવાની શરતોની પરિપૂર્ણતાને આધીન
બ્રિગેડિયર: માત્ર આવશ્યક સેવાની શરતોની પરિપૂર્ણતાને આધીન
મેજર જનરલ: માત્ર આવશ્યક સેવાની શરતોની પરિપૂર્ણતાને આધીન
લેફ્ટનન્ટ જનરલ એચએજી સ્કેલ: માત્ર આવશ્યક સેવાની શરતોની પરિપૂર્ણતાને આધીન
લેફ્ટનન્ટ જનરલ એચએજી + સ્કેલ: માત્ર આવશ્યક સેવાની શરતોની પરિપૂર્ણતાને આધીન
વીસીઓએએસ/ સેના કમાન્ડર/ લેફ્ટનન્ટ જનરલ (એનએફએસજી): માત્ર આવશ્યક સેવાની શરતોની પરિપૂર્ણતાને આધીન તેમજ પસંદગીના આધાર પર
સીઓએએસ (સેના પ્રમુખ): માત્ર આવશ્યક સેવાની શરતોની પરિપૂર્ણતાને આધીન તેમજ પસંદગીના આધાર પર થાય છે.


આ પણ વાંચો:- આ સરકારી કંપનીએ લોકોને બનાવ્યા કરોડપતિ, 1 લાખના કરી આપ્યા અધધ...


ઇન્ડિયન આર્મીમાં શરૂઆતી રેન્ક અને પગાર દર
લેફ્ટનન્ટ: (લેવલ 10) 56,100 - 1,77,500 રૂપિયા
કેપ્ટન: (લેવલ 10 બી) 61,300 - 1,93,900 રૂપિયા
મેજર: (લેવલ 11) 69,400 - 2,07,200 રૂપિયા
લેફ્ટનન્ટ કર્નલ: (લેવલ 12 એ) 1,21,200 - 2,12,400 રૂપિયા
કર્નલ: (લેવલ 13) 1,30,600 - 2,15,900 રૂપિયા
બ્રિગેડિયર: (લેવલ 13 એ) 1,39,600 - 2,17,600 રૂપિયા
મેજર જનરલ: (લેવલ 14) 1,44,200 - 2,18,200 રૂપિયા
લેફ્ટનન્ટ જનરલ એચએજી સ્કેલ: (લેવલ 15) 1,82,200 - 2,24,100 રૂપિયા
લેફ્ટનન્ટ જનરલ એચએજી + સ્કેલ: (લેવલ 16) 2,05,400 - 2,24,400 રૂપિયા
વીસીઓએએસ/ સેના કમાન્ડર/ લેફ્ટનન્ટ જનરલ (એનએફએસજી): (લેવલ 17) 2,25,000/- રૂપિયા (ફિક્સ)
સીઓએએસ (સેના પ્રમુખ): (લેવલ 18) 2,50,000/- રૂપિયા (ફિક્સ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube