વજન ઓછું કરવાની સૌથી સરળ 10 ટિપ્સ, અજમાવીને બનશો હોટ એન્ડ સ્લિમ
બોડી એકદમ ફિટ હોય તે કોને ન ગમે? પરફેક્ટ ફિગર મેળવવા માટે આપણે કેટકેટલા ગતકડા કરતા હોઈએ છીએ. અનેક ડાયેટ પ્લાન ફોલો કરીએ છીએ. એકવાર વજન કદાચ ઓછુ થઈ પણ જાય પરંતુ ત્યારબાદ જાળવવામાં દમ નીકળી જતો હોય છે. ડાયેટ પ્લાનમાં અજાણતા પણ એવી વસ્તુઓ પહેલાની જેમ સામેલ કરીએ છીએ કે પરિણામે પાછા હતાં ત્યાંના ત્યાં. જો તમે તમારું બોડી હંમેશા શેપમાં રાખવા માંગતા હોવ અને દરરોજ ફિટ દેખાવા માંગતા હોવ તો આ 10 ટિપ્સ હંમેશા યાદ રાખો.
ધ્યાનમાં રાખવા જેવી વાત...
એક ફીમેલ બોડીને લગભગ 1200 કેલેરી અને મેલ બોડીને 1500 કેલેરીની જરૂર પડતી હોય છે. આવામાં આ 10 ટિપ્સ સાથે તમે તમારા બોડીને સરળતાથી ફિટ રીખી શકશો. વધુ કેલેરીવાળુ ભોજન લેવાથી બોડીમાં ચરબીનો ભરાવો થાય છે. આ સાથે રોજેરોજ કસરત પણ કરવી જરૂરી છે. વોકિંગ, કે પછી દાદરા ચઢ ઉતર પણ તેમાં સામેલ કરી શકાય.
ખાસ નોંધો આ 10 ટિપ્સ...
1. શાકભાજી, ફળ અને ઘઉંને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો.
2. કોમ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ ફૂડ વધુ લો. જેમ કે ચોકરવાળા ઘઉં, જુવાર, બાજરો.
3. મેંદો અને તેનાથી બનેલી વસ્તુઓ જેવી કે બ્રેડ, નુડલ્સ, મેકરોની અને પાસ્તા રોજના ડાયેટમાં સામેલ ન કરો.
4. ફેટ અને કોલેસ્ટ્રોલવાળું ફૂડ વધુ ન ખાઓ. ઈંડા (શાકાહારી માટે બાકાત), ડેરી પ્રોડક્ટ્સ, માખણ, ઘી, નારિયેળ તેલ, વનસ્પતિ વગેરે રોજના ડાયેટમાં સામેલ કરો.
5. મીઠાઈ અને ખાંડ જેવી વસ્તુઓનું સેવન ખુબ ઓછું કરો.
6. કાચા ફળો અને શાકભાજી સલાડ તરીકે વધુ ખાઓ. તે તમારા શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર આપશે. ફાઈબર તમારા શરીરમાં પાચનક્રિયાને બરાબર રાખશે. મોટાપા અને હ્રદય સંબંધી સમસ્યાઓને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થશે.
7. મીઠું ખુબ ઓછા પ્રમાણમાં ખાઓ.
8. આખા દિવસમાં એક સાથે નહીં પણ થોડા થોડા પ્રમાણમાં ભોજન કરો. એકસાથે પેટ ભરીને ન ખાઓ. કોઈ પણ મીલને સ્કિપ ન કરો. રોજ સમયાંતરે થોડું થોડું કરીને ભોજન કરો.
9. ખાવાનું બનાવતી વખતે કે ટીવી જોતી વખતે ભોજન ન કરો. રોજ 6થી 8 ગ્લાસ પાણી જરૂર પીવો.
10. રેગ્યુલર કસરત કરો. દિવસમાં 20થી 40 બ્રિક્સ વોકિંગ (જલદી જલદી ચાલવું) કરો. વજન ઓછું કરવા માટે અને તેને જાળવી રાખવા માટે એરોબિક એક્સસાઈઝ એક્દમ બેસ્ટ છે.