નવી દિલ્હી : વર્ષની સૌથી શુભ અને ફળદાયી એકાદશી આજે છે. જેને દેવઉઠની એકાદશી કે દેવોત્થાન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘ બાદ જાગશે. આ તિથિથી તમામ શુભ કામ જેમ કે, લગ્ન, મુંડન તથા અન્ય માંગલિક કાર્ય શરૂ થાય છે. દેવઉઠની એકાદશીનું વ્રત કરવાથી એક હજાર અશ્વમેગ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. આજના દિવસે જ શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરાય છે તુલસી વિવાહ
દેવઉઠની એકાદશીના દિવસે લગ્નનો શુભારંભ થાય છે. સૌથી પહેલા તુલસી માતાની પૂજા કરવામાં આવે છે. દેવઉઠની એકાદશીના દિવસે ધૂમધામથી તુલસી વિવાહનું આયોજન કરાય છે. તુલસીજી વિષ્ણુના પ્રિય કહેવાય છે. તેથી દેવ જ્યારે ઉઠે છે, તો હરિવલ્લભા તુલસીની પ્રાર્થના સાંભળે છે. દેવઉઠની એકાદશીના દિવસે તુલસીજીનો વિવાહ શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. જો કોઈ પુરુષને દીકરી નથી, અને તે જીવનમાં કન્યા દાન કરવાનું સુખ મેળવવા માંગે છે, તો તે તુલસી વિવાહ કરી શકે છે. આ વખતે દેવઉઠી એકાદશી આજે 19 નવેમ્બરના રોજ આવે છે.



પૂજામાં આ બાબતોનું ધ્યાન રાખવું
વિવાહના સમયે તુલસીના પ્લાન્ટને આંગણા, છત કે પૂજા સ્થળની વચ્ચોવચ રાખો. તુલસીનું મંડપ સજાવવા માટે શેરડીનો પ્રયોગ કરવામાં આવે છે. વિવાહના રિવાજ શરૂ કરતા પહેલા તુલસીના છોડ પર ચુંદડી ઓઢાડવવામાં આવે છે. શાલિગ્રામમાં ચોખાને બદલે તલ ચઢાવાયા છે. તુલસી અને શાલિગ્રામ પર દૂધમાં પલાળેલી હળદર લગાવવામાં આવે છે. વિવાહ દરમિયાન 11 વાર તુલસીજીની પરિક્રમા કરવી. 


હાલ નહિ શરૂ થાય માંગલિક કાર્યો
દેવઉઠની એકાદશી પર ગુરુ અસ્ત હોવાને કારણે આ વર્ષે 19 નવેમ્બરના રોજ આવનારી એકાદશી પર લગ્નના ઢોલ નહિ વાગે. પંડિતજીની માનીએ તો દેવઉઠની એકાદશીને લગ્ન માટે અબૂઝ તેમજ સ્વંય સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. આ વખતે દેવઉઠી એકાદશી પર ગુરુનો તારો અસ્ત સ્વરૂપમાં રહેશે. જેને કારણે આ વર્ષે દેવઉઠની એકાદશી પર વિવાહનું મુહૂર્ત નહિ બને.