નવી દિલ્હીઃ Monsoon 2023 in India: ચોમાસાને લઈને પ્રથમ અનુમાન આવી ગયું છે. વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાઈમેટે મોન્સૂન 2023નું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. સ્કાઈમેટ પ્રમાણે આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન છે. એટલે કે પહેલાં અનુમાનમાં વરસાદ સામાન્યથી ઓછો રહી શકે છે. સ્કાઈમેટ પ્રમાણે સામાન્ય વરસાદ થવાની માત્ર 25 ટકા સંભાવના છે. LPA (LPA: Long Period Average) નું 94 ટકા વરસાદ થવાનું અનુમાન છે. તો દુષ્કાળ પડવાની સંભાવના 20 ટકા છે. હકીકતમાં લા નીલા ખતમ થઈ ચુક્યુ છે અને આવનારા દિવસોમાં  અલ નીનોને કારણે ચોમાસું નબળું રહેવાની સંભાવના બની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ નીનોનો ખતરો
સ્કાયમેટના મતે આ વખતે ચોમાસા પર અલ નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે. જેના કારણે વરસાદ સામાન્ય કરતા ઘણો નબળો છે અને દેશને દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતા હવામાનના કારણે પાક પર ખરાબ અસર થવાની સંભાવના છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની ઉપરની સપાટી ગરમ હોય છે ત્યારે અલ નીનોની અસર જોવા મળે છે. તેની અસર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર પડે છે. એવો અંદાજ છે કે મે-જુલાઈ વચ્ચે અલ નીનોની અસર પાછી આવી શકે છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં ચોમાસું પણ સંપૂર્ણપણે સક્રિય છે.


આ પણ વાંચોઃ Morarji Desai:ઈન્દિરા ગાંધીને કહ્યા હતા 'મૂંગી ઢીંગલી', નેહરુ-શાસ્ત્રી પછી બન્યા હતા


અલ નીનોને કારણે પડે છે દુષ્કાળ?
Skymet એ અનુમાન વ્યક્ત કર્યું છે કે અલ નીનોને કારણે દુષ્કાળ પડવાની પણ આશંકા છે. પરંતુ તેનું માનવું છે કે દુષ્કાળની સંભાવના માત્ર 20 ટકા છે. ગરમીમાં અલ નીનોના પ્રભાવથી વરસાદ ઓછો થાય છે. પરંતુ તે નક્કી નથી કારણ કે 1997માં શક્તિશાળી અલ નીનો છતાં સામાન્યથી વધુ વરસાદ થયો હતો, જ્યારે 2004માં અલ નીનો છતાં ગંભીર દુષ્કાળ પડ્યો હતો.  


ચોમાસામાં ઓછો થશે વરસાદ
સ્કાઈમેટનું અનુમાન દેશ માટે સારા સમાચાર નથી. ખાસ કરીને ખેતીની દ્રષ્ટિએ તો નહીં. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થશે. ચોમાસાની સીઝન જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. પાછલા વર્ષે સારો વરસાદ થયો હતો. તેમ છતાં દેશનો 17 ટકા વિસ્તાર દુષ્કાળગ્રસ્ત રહ્યો. પાછલા વર્ષે આ વિસ્તારમાં વરસાદ ઓછો થયો હતો. તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની વિસ્તાર અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો હતો. આ વર્ષ અલ નીનો (El-Nino)નું હોઈ શકે છે. તેનો અર્થ છે કે ચોમાસામાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ પતિને કાયર-બેરોજગાર કહેશો તો પણ થઈ જશે છૂટાછેડા! જાણી લો કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube