નવી દિલ્હીઃ પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિને (new education policy) લાગૂ કરવાની સમયસીમાને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે, પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ નીતિના અમલ સાથે માનવ સંસાધન વિકાસ (HRD) મંત્રાલયનું નામ બદલી દેવામાં આવશે. આ સાથે તે ફરી શિક્ષા મંત્રાલયના (Ministry of Education) નામથી ઓળખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1985મા બદલવામાં આવ્યું હતું મંત્રાલયનું નામ
આશરે 34 વર્ષ પહેલા 1985મા તત્કાલીન રાજીવ ગાંધી સરકારે શિક્ષા મંત્રાલયનું નામ બદલીને તેનું નામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરી દીધું હતું. હાલમાં પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિ ડ્રાફ્ટને મંત્રાલયે અંતિમ રૂપ આપી દીધું છે. હવે તેને માત્ર કેબિનેટની મંજૂરી મળવાની બાકી છે. 


મંત્રાલયના નામમાં ફેરફારની માગ અને સમર્થન
આ વચ્ચે પ્રસ્તાવિત નીતિના અંતિમ ડ્રાફ્ટમાં શિક્ષા સાથે જોડાયેલા તમામ સુધારાની સાથે મંત્રાલયનું નામ બદલવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ વાત છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલવાની પહેલા પણ માગ થઈ છે. હાલમાં મંત્રાલયના નામમાં ફેરફાર કરવાની માગ રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે જોડાયેલી સંસ્થા ભારતીય શિક્ષણ મંડળ તરફથી કરવામાં આવી હતી. જેનું મોટી સંખ્યામાં શિક્ષાવિદોએ સમર્થન પણ કર્યું હતું. 


રાષ્ટ્રપતિ કોવિંદ પણ દિલ્હીના પ્રદુષણથી ચિંતિત, કહ્યું- ધુમ્મસ જોઈને લાગે છે અંતનો ડર  


મંત્રાલયનું નામ પહેલા પણ બદલ્યું હતું, પરંતુ કામ પહેલા જેવું
લોકોનું કહેવું હતું કે નામ ભલે બદલી નાખ્યું, પરંતુ તેનું કામ પહેલા જેવું હતું. પરંતુ નામમાં આ બદલાવથી ભ્રમ જરૂર થઈ ગયો. આ વચ્ચે નીતિને અંતિમ રૂપ આપનારી ટીમે સ્પષ્ટ કર્યું કે, મંત્રાલયના નામમાં ફેરફારથી તે સ્પષ્ટ થઈ જશે, કે તેણે શિક્ષાના ક્ષેત્રમાં ધ્યાન આપવાનું છે. 


કસ્તૂરીરંગન સમિતિએ પણ નામ ફેરફાર લગાવી મહોર
વિશ્વના તમામ મુખ્ય દેશોમાં શિક્ષાનું કામ જોવા માટે શિક્ષા મંત્રાલય છે. ખાસ વાત છે કે નવી શિક્ષા નીતિ તૈયાર કરનારી કસ્તૂરીરંગન કમિટિએ પણ આ ફેરફારને જરૂરી ગણાવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube