ઇંદોર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લઘુમત્ત આવક સહાય યોજના (ન્યાય) સંબંધીત ચૂંટણી જાહેરાત કરીને રાજકીય બહેસ વચ્ચે એક ટીવી કલાકારે પોતાની નબળી આર્થિક સ્થિતીનો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકાર બન્યા બાદ તેઓ ન્યાય હેઠળ મળનારા પૈસાથી પત્ની અને પુત્રીનું ભરણપોષણ ચુકવી શકે છે. એટલા માટે ત્યા સુધી ભરણપોષણ પર પ્રતિબંધ લગાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાસે દેશને લૂંટનારા મામાઓની ફોજ છે : અસમમાં PM મોદીનો હુંકાર

ટીવી કલાકાર આનંદ શર્મા (38)એ અહીં પરિવાર કોર્ટની સામે શુક્રવારે આ અંગેની અરજી દાખલ કરી હતી. શર્માની પત્ની અને તેની 12 વર્ષીય પુત્રી છેલ્લા ઘણા સમયથી અલગ રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે  વિવાદનો કેસ હાલ વિચારાધીન છે. શર્માના વકીલ મોહન પાટીદારે શનિવારે જણાવ્યું કે, ફેમિલી કોર્ટમાં તેમનાં મુવક્કીલની આ અરજી અંગે સુનવણી માટે 29 એપ્રીલની તારીખ નિશ્ચિત કરી છે. કોર્ટે શર્માને 12 માર્ચે આદેશ આપ્યો હતો કે તેઓ પત્ની અને પુત્રીને 4500 રૂપિયા પ્રતિ માહની અંતરિમ ભરણ-પોષણ રકમ ચુકવે. 
પુણેમાં ચાલતું હતું મેટ્રોનું ખોદકામ, એન્જીનિયરોને જમીન નીચે દેખાયો અદ્ભુત નજારો

અરજીમાં જણાવવામાં આવ્યું કે, શર્મા ટાવી ધારાવાહીકોમાં નાના મોટા રોલ કરે છે અને જેમાં તેને મહિને માત્ર 5000-6000 રૂપિયાની આવક થાય છે. કમાણીનાં એક માત્ર સાધનથી તેઓ પોતાના તથા પોતાનાં માતા-પિતાનો ખર્ચ વહન કરે છે.