નવી દિલ્હી : સમલૈંગિકતાને ગુનાથી બહાર કરવામાં આવે કે નહી, તે મુદ્દે ગુરૂવારે પણ સુપ્રીમ કોર્ટમાં જોરદાર અને રોચક ચર્ચા થઇ હતી. અનેક પક્ષો અને વિપક્ષો દ્વારા તર્ક રજુ કરામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો બે પુખ્તવયની વ્યક્તિ સંમતીથી સંબંધ બને તો આ મુદ્દો ગુનાના વર્તુળની બહાર કરી દેવામાં આવે તો એલબીજીટી (LBGT) સમુદાયના લોકો સાથે સંબંધિત ઘણા મુદ્દા, જેમ કે સામાજિક કલંક અને ભેદભાવ આપોઆપ જ ખતમ  થઇ જશે. સુપ્રીમ કોર્ટ હવે આ મુદ્દે આગામી સુનવણી 17 જુલાઇના રોજ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટનાં પાંચ જજોની સવૈધાનિક બેન્ચે ટીપ્પણી કરી કે ભારતીય સમાજમાં વર્ષોથી LGBT કમ્યુનિટીની  વિરુદ્ધ એક ભેદભાવ  પેદા કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના સેક્શન 377 હેઠળ બે સરખા સેક્સ પુખ્ત વ્યક્તિઓની વચ્ચે સંમતીથી સંબંધ બનાવવામાં આવ્યાનાં વર્તુળમાંથી બહાર કરવામાં આવ્યા હોવાની અરજી અંગે સુનવણી દરમિયાન ઉક્ત ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આ ભેદભાવના કારણે આ સમુદાયનાં લોકોના હેલ્થ પર વિપરિત અસર પડી રહી છે. 

સુપ્રીમ કોર્ટે અરજીકર્તાના વકીલ મેનકા ગુરૂસ્વામીએ સવાલ કર્યો કે, શું કોઇ કાયદો અથવા રેગ્યુલેશન હોમોસેક્શ્યુઅલને કોઇ અધિકારને લેવામાં બાધક છે. ત્યારે તેમણે કહ્યું કે, એવો કોઇ જ નિયમ નથી. બેન્ચે ત્યારે કહ્યું કે, એલજીબીટી કમ્યુનિટીના માટે કલંક માત્ર એટલા માટે છે કારણ કે સંમતીથઈ સેક્સ કોઇ ગુના સાથે જોડવામાં આવ્યું છે. એકવાર જો કલમ 377નાં વર્તુળમાં સંમતીથી સેક્સ મુદ્દે બહાર કરી દેવામાં આવે તો ત્યારે તમામ ખતમ થઇ જશે. 

ચર્ચા દરમિયાન પૂર્વ જજના ગે પુત્રનો ઉલ્લેખ
ગુરૂવારે ચર્ચા દરમિયાન જસ્ટિસ ઇંદૂ મલ્હોત્રાએ કહ્યું કે, પ્રકૃતિ અને વિકૃતીનું સહઅસ્તિત્વ છે. તેમણે કહ્યું કે, ઘણા પ્રકારનાં જીવોમાં સેમ સેક્સ ઇન્ટરકોર્સ જોવા મળે છે. વકીલ શ્યામ દિવાને કહ્યું કે, હવે સમય આવી ચુક્યો છે કે કોર્ટ અનુચ્છેદ 21 હેઠળ રાઇટ ટુ ઇન્ટિમસીને જીવ જીવવાનો અધિકાર જાહેર કરી દે. સીનિયર એડ્વોકેટ અશોક દેસાઇએ સમલૈંગિકતાનેપ્રાચીન ભારતીય સંસ્કૃતીનો હિસ્સો ગણાવતા હાઇકોર્ટનાં પૂર્વ જજના લખેલા પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં જજે કહ્યો હતો કે તેમનો પુત્ર હોમો છે અને હાલના કાયદા હેઠળ તે ગુનેગાર છે.