કાનપુર: નાની વાતો પર સંબંધ તૂટતા તો આપણે જોયા છે પરંતુ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જે તમને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમની યાદ અપાવશે. કાનપુરમાં એક પતિએ તેના લગ્નના ત્રણ જ મહિના બાદ પત્નીના તેના પ્રેમી સાથે ધામધૂમથી લગ્ન કરાવી દીધા. પતિએ આ લગ્ન સંપૂર્ણ રીતિ રિવાજથી અને પોલીસ તથા ભગવાનની સાક્ષીએ કરાવ્યાં. પતિ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણયને સમાજના લોકો પણ યોગ્ય ગણાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક- પતિએ પત્નીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન


100 દિવસ પહેલા થયા હતાં શાંતિ અને સુજીતના લગ્ન
મળતી માહિતી મુજબ સુજીત ગુપ્તા અને શાંતિ ગુપ્તાના લગ્ન 100 દિવસ પહેલા થયા હતાં. સુજીતે દહેજ વગર લગ્ન કર્યા હતાં. પરંતુ લગ્ન બાદ પણ તેની પત્ની ગૂપચૂપ તેના પૂર્વ પ્રેમી સાથે વાતો કર્યાં કરતી હતી. સુજીતે અનેકવાર તેને આમ કરવાની ના પાડી પરંતુ જ્યારે પત્ની ન માની અને આત્મહત્યા કરવાની કોશિશ કરવા લાગી તો તે વિચારવા પર મજબુર થઈ ગયો. તેને એ વાતનો પણ ડર હતો કે જો તેની નવપરણિત પત્ની મરી ગઈ તો તે ફસાઈ જશે. ત્યારબાદ તેમે પત્નીના પ્રેમી રવિ યાદવ સાથે પોતે વાત કરી અને તેણે પોતાની જ પત્ની સાથે લગ્ન કરવાની રજુઆત કરી. સુજીતના આ પ્રસ્તાવને રવિએ તરત સ્વીકારી પણ લીધો.


આ રીતે થયા શાંતિના બીજા લગ્ન
ત્યારબાદ સુજીતે તેનો ફેસલો તેના જાણકાર લોકો અને સમાજના લોકો સુધી પહોંચાડ્યો. તે લોકોએ પણ ફેસલા પર મહોર લગાવી દીધી. પછી તો સુજીત અને શાંતિના ઘરવાળા પણ રાજી થઈ ગયાં. બુધવારે ધામધુમથી જાન કાનપુર નગરના ચકેરી પોલીસ સ્ટેશનની હદના વિસ્તાર સનિગવા રોડ પોલીસ ચોકી પહોંચી. પોલીસ ચોકી બહાર જ સુજીને તેની પત્નીનો હાથ તેના પ્રેમીના હાથમાં સોંપ્યો. ત્યારબાદ રવિ યાદવે હનુમાન મંદિરમાં શાંતિના સેંથામાં સિંદુર ભરાવીને તેને જીવનસંગિની તરીકે સ્વીકાર કરી લીધી.


એક ફેસલાથી સમાજમાં વધી ઈજ્જત
પત્નીના વિવાહ પ્રેમી સાથે કરાવી દઈને સુજીતે સમાજમાં ખુબ સન્માન મેળવ્યું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો તે આમ ન કરત તો પ્રેમીથી અલગ થયેલી તેની પત્ની આત્મહત્યા કરી શકે તેમ હતી. આથી તેના એક ફેસલાએ એક જીંદગી બચાવી છે.