Video : પત્નીની અંતિમક્રિયામાં આવેલા પતિની થઈ ગઈ ભરપુર ધોલાઈ કારણ કે...

પશ્ચિમ બંગાળના હુબલી જિલ્લાના ચુચુરા કનકશાલીમાં લોકોએ પત્નીની અંતિમક્રિયામાં આવેલી એક વ્યક્તિની જબરદસ્ત ધોલાઈ કરી નાખી હતી
બિધાન સરકાર, હુબલી : પશ્ચિમ બંગાળના હુબલી જિલ્લાના ચુચુરા કનકશાલીમાં લોકોએ પત્નીની અંતિમક્રિયામાં આવેલી એક વ્યક્તિની જબરદસ્ત ધોલાઈ કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે કોદાલિયાના રહેવાસી તમાલ ચેટરજીના 2016માં મધુમિતા સાથે લગ્ન થયા હતા.
તમાલ પોતાના વ્યવસાય અંગે આસામ રહેતો હતો અને અહીં તેણે બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, ભારી બીમારીના કારણે મધુમિતાનું અવસાન થઈ ગયું હતું. તમાલ જ્યારે મધુમિતાના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો હતો ત્યારે લોકોએ ગુસ્સે થઈને તેની ભરપુર ધોલાઈ કરી હતી.