One Husband Two Wives: પતિ અને પત્ની વચ્ચે વિવાદના અનેક મામલા વાયરલ થાય છે. પરંતુ વિચારો કે એક પતિ અને બે પત્નીઓ વચ્ચે જો વિવાદ થાય તો તેનો ઉકેલ લાવવો કેવી રીતે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિની બે પત્નીઓ વચ્ચે એ વાત પર વિવાદ થયો કે પતિ કોની સાથે રહેશે. ત્યારબાદ તેઓ કોર્ટમાં ગયા અને કોર્ટે  આ વિવાદનું એવું સમાધાન કરાવ્યું કે મામલો ચર્ચામાં આવી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે તમને પણ એમ થતું હશે કે આખરે કોર્ટે આ કેસમાં પતાવટ કરી કેવી રીતે. સમાધાન શું થયું. તો આ માટે પત્નીઓમાં પતિને રહેવા માટે 3-3 દિવસની ફાળવણી કરી અને રવિવાર માટે તો વિશેષ નિર્ણય આપવામાં આવ્યો. 


વાત જાણે એમ છે કે આ ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરની છે જ્યાં ફેમિલી કોર્ટમાં આ કેસ પહોંચ્યો હતો. એક વ્યક્તિના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા અને તે ગુરુગ્રામમાં નોકરી કરતો હતો. તેની સાથે પત્ની અને પુત્ર પણ રહેતા હતા. પરંતુ આ બધા વચ્ચે લોકડાઉન સમયે જ્યારે મહિલા ગ્વાલિયરમાં હતી તો પતિનું ચક્કર બીજી મહિલા સાથે ચાલ્યું. બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો અને લિવ ઈનમાં રહેવા લાગ્યા. લોકડાઉન પૂરું થયા બાદ જ્યારે પહેલી પત્નીને જાણ થઈ તો હડકંપ મચી ગયો. 


એક એવું ગામ, જ્યાં પુત્રીના લગ્ન માટે પહેલી પસંદ હોય છે ભીખારી, ખાસ જાણો કારણ


ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ


કારનું ટાયર ફાટે એ દૈવીય ઘટના! કોર્ટે ફટકાર લગાવી, હવે વીમા કંપની 1.25 કરોડ ચૂકવશે


મામલો ફેમિલી કોર્ટ પહોંચ્યો
લોકડાઉન બાદ પહેલી પત્ની તેના બાળકને લઈને હરિયાણા પહોંચી પરંતુ ત્યારબાદ પાછી ગ્વાલિયર આવી ગઈ. ગ્વાલિયર આવતાની સાથે જ તેણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા છે આથી ભરણપોષણ માટે ન્યાય જોઈએ. આ મામલો ગ્વાલિયરની એક ફેમિલી કોર્ટમાં દાખલ થયો અને તેમાં જોરદાર વળાંક આવી ગયો. રિપોર્ટ્સ મુજબ ફેમિલી કોર્ટના કાઉન્સિલર જેમનું નામ હરીશ દીવાન છે તેમણે આ સમગ્ર મામલે સમાધાન લાવી દીધુ. 


આ થયું સમાધાન
તેમણે બંને પત્નીઓ સહિત પતિને બોલાવ્યા અને એક સૂચન આપ્યું. તેમણે સમાધાનનો રસ્તો શોધ્યો અને પ્રસ્તાવ રજૂ કર્યો કે પતિ ત્રણ દિવસ સુધી એક પત્ની સાથે રહેશે અને ત્રણ દિવસ બીજી પત્ની સાથે રહેશે. રવિવારે પતિની મરજી રહેશે કે તે કોની સાથે રહેશે કે તે દિવસે તે રજા પાળશે. થોડા સમય બાદ બધા તેના પર રાજી પણ થઈ ગઆ. સમાધાન બાદ પતિએ ગુરુગ્રામમાં જ બંને પત્નીને એક-એક ફ્લેટ અપાવી દીધો અને નવા નિયમનું પાલન કરવા માટે પ્રતિબદ્ધતા જતાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube