પહેલી પત્નીની Instagram Reel જોઈ રહ્યો હતો પતિ, બીજી પત્નીએ બ્લેડથી કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ
એક વ્યક્તિ પોતાની પહેલી પત્નીની ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ રહ્યો હતો. પરંતુ તે તેનાથી પાંચ વર્ષ પહેલા અલગ થઈ ગયો હતો. ત્યારબાદ તેને બીજા લગ્ન કર્યાં હતા. પ્રથમ પત્નીની રીલ્સ જોવી બીજી પત્નીને ગમી નહીં અને તેણે પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.
આંધ્ર પ્રદેશઃ આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ બ્લેડથી પોતાના પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. તેણે આ ખતરનાક પગલું માત્ર એટલા માટે ઉઠાવ્યું કારણ કે તેનો પતિ પોતાની પ્રથમ પત્નીની ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ રહ્યો હતો. આ ઘટનાથી તેની આસપાસ રહેતા લોકો પણ વિચારમાં પડી ગયા છે.
આ ઘટના જિલ્લાના નંદીગામાની છે. અહીં એક વ્યક્તિ પાંચ વર્ષ પહેલા પોતાની પહેલી પત્નીથી અલગ થઈ ગયો હતો. ત્યારબાદ બીજા લગ્ન કર્યાં અને પાંચ મહિનાથી તેની સાથે મુપ્પલ્લા વિસ્તારમાં રહેતો હતો. પાછલા દિવસોમાં તે પ્રથમ પત્નીની રીલ્સ જોઈ રહ્યો હતો. આ વાત બીજી પત્નીને ગમી નહીં.
આ પણ વાંચોઃ નોમિની કે ઉત્તરાધિકારી! તમારા બાદ તમારી સંપત્તિના માલિક કોણ? જાણો તેની વચ્ચેનો તફાવત
મોડી રાત્રે તેની પત્નીએ સવાલ કર્યો કે પહેલી પત્નીની ઇન્સ્ટાગ્રામ રીલ્સ કેમ જોતો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ વાત એટલી વધી ગઈ કે મહિલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને બ્લેડથી પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.
સ્થિતિ ગંભીર જોતા હોસ્પિટલ ખસેડાયો
તેની સ્થિતિ બગડી ગઈ અને લોહી વહી જવાને કારણે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં સ્થિતિ ગંભીર જોતા વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજુ પોલીસે કેસ દાખલ કર્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube