VIDEO: છોકરીએ કાકાની ઉંમરના પુરુષને બતાવ્યો `પતિ` ! અરે તને કોઈ ના મળ્યું..
Husband Wife Viral Video: આજની છોકરીઓને આ શું થયું છે. આ વીડિયો જોઈને તમને પણ પહેલો સવાલ એ જ થશે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલને કથિત રીતે જોઈ શકાય છે. છોકરીએ કાકાની ઉંમરના વ્યક્તિને પતિ ગણાવ્યો છે. આ વિડિયો આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ઉંમરનો તફાવત ખરેખર એટલો મહત્વપૂર્ણ છે.
Viral Video: ખરેખર હવે તો હદ થાય છે. ભારતમાં છોકરાઓની લગ્નની ઉંમર 21 વર્ષ અને છોકરીઓની 18 વર્ષની રાખવામાં આવી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં એવા અહેવાલો આવ્યા છે કે છોકરીઓ મોટી ઉંમરના વ્યક્તિને વધારે પ્રેફરન્સ આપે છે. એટલે જ લગ્નમાં પણ છોકરાની ઉંમર છોકરી કરતાં વધારે હોય છે. આવી સ્થિતિમાં લોકો સવાલ ઉઠાવવા લાગે છે કે મહિલાઓ પોતાની ઉંમરના લોકો સાથે લગ્ન કેમ નથી કરતી. આવી જ બીજી ઘટના જોવા મળી છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુગલ જેની ઉંમરમાં મોટો તફાવત છે તે જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે.
આ પણ વાંચો: વાળને ખરતા અટકાવવા હોય તો આ 5 વસ્તુઓ ખાવાનું કરી દો બંધ, 7 દિવસમાં દેખાશે રિઝલ્ટ
યુવતીએ વૃદ્ધને કહ્યું કે તે તેનો પતિ છે
વાયરલ વીડિયોમાં, એક યુવતી વાદળી સાડી પહેરેલી જોઈ શકાય છે, જે દાદાની ઉંમરના દેખાતા વૃદ્ધ વ્યક્તિ સાથે ઉભી છે. શરૂઆતમાં લોકોને લાગે છે કે આ નકલી છે. ઓડિયન્સને એમ હતું કે તેઓ પિતા-પુત્રી છે કે દાદા-પૌત્રી છે, પરંતુ જેમ જેમ રોમેન્ટિક ગીત વાગવાનું શરૂ થયું, લોકોની વિચારસરણી બદલાઈ ગઈ. યુવાન છોકરી ગીત સાથે લિપ-સિંક કરતી જોઈ શકાય છે. આટલું જ નહીં, જ્યારે તમે છોકરીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમને ખબર પડશે કે છોકરીએ તે વૃદ્ધ સાથે ઘણા વીડિયો બનાવ્યા છે.
આ પણ વાંચો: Turmeric: ત્વચાની એલર્જી માટે મોંઘી દવાઓ લેવાની જરૂરી નથી, માત્ર હળદરથી મળી જશે રાહત
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ વીડિયો યુવતીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેણે ખાલી પતિ લખ્યું છે, જ્યારે વિડિયો ઉપરના ટેક્સ્ટે પતિ અને પત્ની લખીને તેની પુષ્ટિ કરી છે. આ ક્લિપથી લોકોને ચોંકી ગયા છે. આ વીડિયોને 11 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
હાલમાં આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. મોટાભાગના લોકોએ પતિ-પત્ની વચ્ચેના અંતર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ વ્યક્તિ અને યુવતીએ કદાચ મનોરંજન માટે આ વીડિયો બનાવ્યો છે અને તેમાં કોઈ સત્ય નથી. ઝી 24 કલાક આ વીડિયોની પ્રમાણિકતાની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો જોનારાએ જબરદસ્ત કમેન્ટો કરી છે.