શ્રીનગરઃ કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકવાદના મોર્ચા પર એક નવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ઘાટીમાં 'હાઇબ્રિડ' આતંકવાદીઓની ઉપસ્થિતિને કારણે સુરક્ષા દળોએ ખુબ મહેનત કરવી પડી રહી છે. હાઇબ્રિડ આતંકવાદીઓની વાત કરીએ તો આ પ્રોફેશન આતંકી નથી, જેના કારણે સુરક્ષા દળોની પાસે તેની જાણકારી હોતી નથી, પરંતુ એવા વ્યક્તિ જે આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે સંપૂર્ણ રૂપથી કટ્ટરપંથી હોય છે અને પછી નિયમિત જીવનમાં પરત આવી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સુરક્ષા એજન્સીઓ અને અધિકારીઓ તરફથી કહ્યુ કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં શ્રીનગર સહિત ઘાટીમાં સોફ્ટ ટાર્ગેટ પર હુમલામાં તેજી જોવા મળી છે. મોટાભાગની ઘટનાઓને એવા યુવાનોએ અંજામ આપ્યો છે, જે સુરક્ષાદળોની પાસે આતંકવાદીઓના રૂપમાં સૂચીબદ્ધ નથી. આતંકવાદના આ નવા ચલણે સુરક્ષા દળોને મુશ્કેલીમાં મુકી દીધા છે કારણ કે હાઇબ્રિડ કે પછી અંશકાલિન આતંકીઓને ટ્રેક કરવા અને તેને પડકાર આપવો ખુબ મુશ્કેલ છે. 


આ પણ વાંચોઃ બધા ભારતીયોનું DNA એક, લિંચિંગમાં સામેલ લોકો હિન્દુત્વ વિરુદ્ધઃ મોહન ભાગવત


સુરક્ષા સંસ્થાના અધિકારીઓએ કહ્યું કે, હાઈબ્રિડ આતંકવાદી એવા હોય છે જેમ સામેના દરવાજા પર એક યુવક હોય જેને આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે કટ્ટરપંથીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોય અને તેને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યો હોય. અધિકારીઓએ કહ્યું કે, હાઇબ્રિડ આતંકવાદી આપેલા કાર્યને કરે છે અને પછી પોતાના માલિક પાસે આગામી કાર્યની પ્રતીક્ષા કરે છે. અધિકારીઓએ કહ્યું કે, આ નવા ટ્રેન્ડ પાછળ પાકિસ્તાન અને તેની જાસૂસી કરનારી એજન્સી આઈએસઆઈનો હાથ છે. 


કારોબારી, પોલીસકર્મી નિશાના પર
પોલીસે પાછલા વર્ષે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીનગરને આતંકવાદ મુક્ત જાહેર કર્યું હતું. પરંતુ ત્યારબાદ નાગરિકો, પોલીસકર્મીઓ અને અધિકારીઓને નિશાન બનાવી હુમલા કરવામાં આવ્યા અને માનવામાં આવે છે કે આ હાઇબ્રિડ આતંકવાદીઓનું કામ છે. આવા હુમલામાં છેલ્લા કેટલાક સપ્તાહથી વધારો થયો છે. આ વર્ષે 23 જૂને આતંકવાદીઓએ 25 વર્ષીય દુકાનદાર ઉમર અહમદની તેની દુકાન સામે ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના શહેરના હબ્બાકદાલ વિસ્તારમાં થઈ હતી. આ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરના બહારના વિસ્તાર કનીપોરામાં જમ્મુ-કાશ્મીર પોલીસના સીઆઈડી શાખામાં તૈનાત નિરીક્ષક પરવેઝ અહમદ ડારની હત્યા કરી હતી. સીસીટીવીમાં જોવા મળ્યું કે બે આતંકવાદીઓ પાછળથી આવ્યા અને તેણે પિસ્તોલથી ગોળી મારી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube