હૈદરાબાદ : હૈદરાબાદમાં 2007માં થયેલા બેવડા બોમ્બ વિસ્ફોટ મુદ્દે કોર્ટે દોષીતોને ફાંસીની સજા ફટકારી હતી. એક અન્ય દોષીતને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. એનઆઇએની વિશેષ કોર્ટે અનીક સૈયદ અને ઇસ્માઇલ ચૌધરીને ફાંસીની સજાની જાહેરાત કરી છે. કોર્ટે તારિક અંજુમને ઉંમર કેદની સજા ફટકારી છે. સોમવારે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતા બે આરોપીઓને દોષ મુક્ત કરી દેવામાં આવ્યા. બીજી તરફ ફાંસીની સજા થઇ છે તે અનીક સૈયદના વકીલે એનઆઇએ કોર્ટનાં ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જવાની વાત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં 25 ઓગષ્ટ, 2007ના રોજ થયેલા વિસ્ફોટમાં 44 લોકોનાં મોત નિપજ્યા હતા. 68 લોકો ઘાયલ થયા હતા. આ બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાંથી એક ભોજનાલયની બહાર અને બીજાનો વિસ્ફોટ હૈદરાબાદ ઓપન એર થિયેટરમાં કરાયો હતો. ઓપનએર થિયેટરમાં 12 લોકોનાં મોત થયા હતા. જ્યારે ભોજનાલયમાં 32 લોકોનાં મોત નિપજ્યા હતા. 



તેલંગાણા પોલીસે આ મુદ્દે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની વિરુદ્ધ ચાર આરોપ પત્ર દાખલ કર્યા હતા. એનઆઇએની કોર્ટે ગત્ત અઠવાડીયે અનીક અને ઇસ્માઇલને બોમ્બ વિસ્ફોટમાં દોષીત ઠેરવ્યા હતા. 

પોલીસના અનુસાર અનીકે લુંબિની પાર્કમાં અને ગોલુક ચાટ પર રિયાઝ ભટકલે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. ઇસ્માઇલ ચૌધરીએ પણ એક બોમ્બ રખ્યો હતો. તારિક અંજુમ પર વિસ્ફોટ બાદ અન્ય આરોપીઓને શરણ આપવાનો આરોપ હતો.