હૈદરાબાદ: કોંગ્રેસ નેતા વિજયાશાંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નોટબંધી મામલે પરોક્ષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેઓ એક તાનાશાહની જેમ કામ શાસન કરી રહ્યાં છે જેનાથી લોકોમાં ડર સમાઈ ગયો છે કે ખબર નહીં ક્યારે કયો બોમ્બ તેઓ ફોડી નાખે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીને બેઠકને સંબોધિત કરતા વિજયાશાંતિએ કહ્યું કે આગામી ચૂંટણી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો મુકાબલો છે. પૂર્વ સાંસદે કહ્યું કે રાહુલ લોકતાંત્રિક વ્યવસ્થા માટે લડી રહ્યાં છે જ્યારે મોદી એક તાનાશાહની જેમ કામ કરી રહ્યાં છે. જેમના કાર્યકાળમાં લોકશાહીની હત્યા કરી દેવાઈ અને લોકોને પરેશાન કરાયા. તેમણે તેલુગુમાં કહ્યું કે તેઓ આગામી પાંચ વર્ષમાં એ જ રીતે શાસન કરવા માંગે છે પરંતુ લોકો તેમને તક નહીં આપે. 


ફિલ્મો કરી ચૂકી છે વિજયાશાંતિ
અભિનેત્રી રહી ચૂકેલી વિજયાશાંતિએ કહ્યું કે આજે ભાજપથી દરેક જણ ડરેલું છે. તેઓ ડરે છે કે આતંકવાદીની જેમ મોદીજી ખબર નહીં ક્યારે  કયો બોમ્બ ફોડશે. તેમણે કહ્યું કે લોકોની દુઆઓ લેવાની જગ્યાએ લોકોને ડરાવી રહ્યાં છે. વડાપ્રધાનનું આ લક્ષ્ય હોવું જોઈએ નહીં. 


તેમણે કહ્યું કે ભલે નોટબંધી હોય કે જીએસટી લાગુ કરવાનું હોય, બેંકોમાં રાખેલું કાળું નાણુ અને પુલવામાં આતંકી હુમલો... બધા મુદ્દા પર તેઓ લોકોને ડરાવી રહ્યાં છે. 


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...