Hyderabad Encounter: હૈદ્રાબાદ ગેંગરેપ મર્ડરમાં આરોપીઓનું એન્કાઉન્ટર ફેક? SC આયોગે ઉઠાવ્યા સવાલ
પોલીસે દાવો કર્યો હતો કે 20 નવેમ્બર 2019 ના રોજ મહિલા પશુ ચિકિત્સકનું અપહરણ કર્યું હતું, તેનું યૌન ઉત્પીડન કર્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ પછી મહિલાની બોડીને સળગાવી દીધી હતી.
2019 Hyderabad Encounter: હૈદ્રાબાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગરેપ અને હત્યાના ચાર આરોપીઓને લઇને સુપ્રીમ કોર્ટ દ્રારા નિયુક્ત કરવામાં આવેલા આયોગ તપાસે ચોંકાવનારો દાવો કર્યો છે. આયોગે કહ્યું કે આરોપીને મારવાના ઇરાદાથી જાણીજોઇને તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.
કિશોર આરોપીઓનું એન્કાઉન્ટર?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 'અમારા વિચારવા અનુસાર આરોપીઓની જાણીજોઇને તેમની હત્યાના ઇરાદે ગોળી મારી હતી. અમારી ભલામણ છે કે પ્રાસંગિક સમયમાં, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ કિશોર હતા. ચારેય આરોપી મોહમંદ આરિફ, ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ, જોલૂ શિવા અને જોલૂ નવીનને 2019માં એક પશુ ચિકિત્સક સથે ગેંગરેપ અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસકર્મીઓ પર હત્યાનો કેસ
સુપ્રીમ કોર્ટ દ્રારા નિમવામાં આયોગે કહ્યું કે તેલંગાણાના હૈદ્રાબાદમાં થયેલા એન્કાઉન્ટરમાં ચારમાંથી ત્રણ આરોપી કિશોર હતા. જ્યારે હૈદ્રાબાદ પોલીસે દાવો કર્યો હતો કે ત્રણેય 20 વર્ષના હતા. આયોગે કેસની તપાસમાં ગંભીર ચૂક તરફ ઇશારો કર્યો. સાથે જ ભલામણ કરી કે 10 પોલીસકર્મીઓ પર હત્યાનો કેસ ચલાવવામાં આવે.
ગેંગરેપ બાદ મર્ડર
પોલીસે દાવો કર્યો હતો કે 20 નવેમ્બર 2019 ના રોજ મહિલા પશુ ચિકિત્સકનું અપહરણ કર્યું હતું, તેનું યૌન ઉત્પીડન કર્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ પછી મહિલાની બોડીને સળગાવી દીધી હતી.
કેસ તેલંગાણા હાઇકોર્ટમાં ટ્રાંસ્ફર
સુપ્રીમ કોર્ટે હૈદ્રાબાદમાં પશુ ચિકિત્સક સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં ચારેય આરોપીના એન્કાઉન્ટરમાં મારવામાં આવતાં ત્રણ સભ્યોની તપાસ આયોગની સીલબંધ કવર રિપોર્ટ શેર કરવાનો આજે શુક્રવારે આદેશ આપ્યો હતો. કેસને તેલંગાણા હાઇકોર્ટમાં ટ્રાંસફર કરવાનો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube