હૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીઓને પોલીસે મુઠભેડમાં ઠાર માર્યા છે. આ એનકાઉન્ટર નેશનલ હાઇવે-44 પર થયું છે. તેલંગાણા પોલીસે ચારેય આરોપોનું એન્કાઉન્ટર કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ ચારેય લોકોને ઘટનાના સ્થળે લઇ જઇ રહી હતી, જ્યાંથી આ ચારેય લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓનું એન્કાઉન્ટાર કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારેય આરોપી 10 દિવસ પહેલાં પોલીસ રિમાન્ડમાં હતા. 4 ડિસેમ્બરના રોજ કેસની જલદી સુનાવણી માટે ફાસ્ટૅ કોર્ટણી રચના પણ કરવામાં આવી હતી. 


શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો હતો. યુવતીનો મૃતદેહ (28 નવેમ્બર)ના રોજ ગુરુવારે મળી આવ્યો હતો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો. 


ડોક્ટર 27 નવેમ્બરે સવારે પોતાના ઘરેથી કોલ્લૂરુ ગામમાં એક પશુ ચિકિત્સાલયમાં પોતાની ડ્યૂટી માટે નીકળી હતી. રાતે ઘરે પાછા ફરતી વખતે તેણે બહેનને ફોન કરીને કહ્યું હતું કે તેનું ટુ-વ્હીલરવાહન ખરાબ થઈ ગયું છે. તેણે બહેનને એમ પણ કહ્યું કે તે ડરેલી છે. જ્યારે તેના પરિવારે ત્યારબાદ યુવતીનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો મોબાઈલ બંધ હતો. 


હૈદરાબાદ પોલીસે જણાવ્યું કે આરોપીઓને જલદી સજા મળે તે માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની ભલામણ કરવામાં આવશે. 


ફૂટેજના આધારે ધરપકડ
પોલીસના જણાવ્યાં મુજબ તમામ આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે બની શકે કે પીડિતાના સ્કૂટરને જાણી જોઈને ટાયર પંચર કરવામાં આવ્યું હોય અને પછી મદદના બહાને રેપ કરવામાં આવ્યો હતો. 


રાષ્ટ્રીય મહિલા આયોગી પણ રિપોર્ટ માંગ્યો
આયોગના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે આ સમિતિ દોષિતોને સજા નહીં મળે ત્યાં સુધી શાંતિથી બેસશે નહીં. તેમણે હૈદરાબાદ પોલીસ પાસે વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ માંગ્યો હતો. આ બધા વચ્ચે પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે ડોક્ટરના મૃતદેહને દુપટ્ટામાં લપેટીને ફ્લાયઓવર નીચે લાવવામાં આવ્યો અને તેને બાળી મૂક્યો હતો. મહિલા ડોક્ટરની લાશ એટલી બળી ગઈ હતી કે ઓળખાણ પણ મુશ્કેલ થઈ હતી. પીડિતાએ ગણેશજીનું લોકેટ પહેર્યું હતું જેના કારણે મૃતદેહની ઓળખ થઈ શકી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube