Hyderabad Murder: હૈદ્રાબાદથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ મુસ્લિમ છોકરી સાથે લવ મેરેજ કરતાં હત્યા કરી દીધી છે. જાણકારી અનુસાર વ્યક્તિ પોતાની પત્ની સાથે લગભગ 9 વાગે બાઇક પર પસાર થઇ રહ્યો હતો. ત્યારે મહિલાના ભાઇઓએ તે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમોની રચના કરી છે. લાલ બહાદુર નગરના એસપી શ્રીધર રેડ્ડીના અનુસાર 'વ્યક્તિની બે લોકોએ હત્યા કરી દીધી છે. મૃતક પોતાની પત્ની સાથે બાઇક પર યાત્રા કરી રહ્યો હતો. તાજેતરમાં જ તેના લગ્ન થયા હતા અને બંને અલગ-અલગ સમુદાયોના હતા. મૃતકની પત્નીએ ભાઇઓને નાગરાજૂની સાથે મારઝૂડ કરી અને પછી તેના પર સળિયા વડે હુમલો કર્યો જેથી તે વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 


પત્નીના ભાઇઓએ સળિયા વડે કર્યો હુમલો
પોલીસે જણાવ્યું કે બુધવારે જ્યારે બંને પતિ-પત્ની બાઇક વડે જઇ રહ્યા હતા. ત્યારે સુલ્તાનાના ભાઇઓએ શહેરના એલબી નગર વિસ્તારમાં એક ચોક પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં આ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 


આ વર્ષે થયા હતા બંનેના લગ્ન
જાણકારી અનુસાર બિલાપુરમ નાગરાજૂ નામના વ્યક્તિએ આ વર્ષે સૈયદ અશ્રીન સુલ્તાના નામની છોકરી સાથે લવ મેરેજ કર્યા હતા. બંને કોલેજના દિવસોથી એકબીજાને પ્રેમ કરતા હતા. લગ્ન બાદ સ્લ્તાનાએ પોતાની મરજીથી પોતાનું નામ પલ્લવી રાખ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube