રાહુલ ગાંધીની નજીક ગણાતા આ નેતાની ટ્વિટથી મુંબઈ કોંગ્રેસમાં ભારે ખળભળાટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ લોકસભા સભ્ય મિલન્દ દેવડાએ મંગળવારે કહ્યું કે પાર્ટીની મુંબઈ શાખામાં જે પણ કઈ થઈ રહ્યું છે તેનાથી તેઓ `નિરાશ` છે. દેવડાએ એ પણ કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડવા મુદ્દે ફરીથી વિચાર કરશે અને જો હાલની સ્થિતિ કાયમ રહી તો તેઓ રાજકારણમાં રહેવા પણ નથી ઈચ્છતા.
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ લોકસભા સભ્ય મિલન્દ દેવડાએ મંગળવારે કહ્યું કે પાર્ટીની મુંબઈ શાખામાં જે પણ કઈ થઈ રહ્યું છે તેનાથી તેઓ 'નિરાશ' છે. દેવડાએ એ પણ કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડવા મુદ્દે ફરીથી વિચાર કરશે અને જો હાલની સ્થિતિ કાયમ રહી તો તેઓ રાજકારણમાં રહેવા પણ નથી ઈચ્છતા.
ટ્વિટ કરીને કરી આ વાત
અનેક ટ્વિટ કરીને દેવડાએ કહ્યું કે કોંગ્રેસની મુંબઈ શાખા જૂથબાજીનું મેદાન ન બની શકે, જેમાં (પાર્ટીના) એક નેતાને બીજા નેતા સાથે ભીડાવવામાં આવે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના આંતરિક મામલાઓ પર સાર્વજનિક સ્તરે ચર્ચા કરવા નહતાં માંગતા પરંતુ હાલના ઈન્ટરવ્યુમાં કરાયેલી ટિપ્પણીઓએ તેમને વિવશ કરી દીધા કે તેઓ મુંબઈ કોંગ્રેસને શહેરની વિવિધતાનું પ્રતિક બનાવી રાખવાને લઈને પોતાની નક્કર પ્રતિબદ્ધતા દોહરાવે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...